રાજપીપળાના કાલાઘોડા સર્કલ પાસે પોલીસ જવાન પર બુટલેગર દ્વારા હુમલો…

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

આમલેથા પોલીસ મથક ના જવાન ને માથામાં મુક્કો મારી સાથે ના ઈસમ ની કારના કાંચ્ પર પથ્થર મારો કરી તોડફોડ કરાઈ

જાનથી મારી નાખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસ મથક મા ત્રણ ઇસમો સામે ફરિયાદ

રાજપીપળા ખાતે ના કાલાઘોડા સર્કલ પાસે ગતરોજ મોડી રાત્રે આમલેથા પોલીસ મથક મા પોલીસ જવાન તરિકે ફરજ બજાવતા એક કર્મચારી ઉપર ચીત્રોલ નાં એક વિદેશી દારૂ ના બુટલેગર સહિત તેના બે મળતિયાઓ એ હુમલો કરી કારના કાચ તોડી માથા મા મુક્કા મારી ધાક ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસ મથક મા પોલીસ જવાને ત્રણ ઇસમો સામે કાયદેસરની ફરિયાદ નોધાવી હોવાનુ જાણવા મળ્યુ છે.
સમગ્ર બનાવ ની વાત કરીએ તો આ કામના ફરીયાદી પોલીસ જવાન જીતેન્દ્ર ઇન્દ્રવદન વસાવા જેઓ આમલેથા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ તરીકેની ફરજના ભાગરૂપે ગુન્નના આગલા દિવસે આમલેથા પોલીસ સ્ટેશન કાર્યક્ષેત્ર વિસ્તારમાં નાઇટ રાઉન્ડની ફરજ દરમ્યાન દારૂની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા માટે વોચમાં રહેલ હોય આરોપી નંબર-૧ જેઓ પણ આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિત્રોલ ગામે રહેવાસી હોય આ કામના ફરીયાદી પોતે કેવડીયા કોલોની ખાતે બંદોબસ્ત પુરો કરી રાજપીપલા કાલાઘેડા પાસે આવેલ ફોરેસ્ટ ક્વાટર્સમાં પોતાનું ક્વાટર્સ આવેલ હોય પોતાની ફોરવીલ ગાડી નંબર GJ22 H 3881 લઇ કાલાઘોડા સર્કલ પાસે ઉભેલ તે સમયે ફરીયાદીના ખાનગી વ્યક્તિ ફોરવ્હીલ ગાડીસુઝુકી બલેનો નંબર GJ 22 H 9656ની લઇને આવતા ફરીયાદી પોલીસ ગણવેશમાં હોય ફરીયાદીની ગાડીની બાજુમા ગાડી પાર્ક કરી બંન્ને ગાડીમાંથી નીચે ઉતરી ઉભા રહી વાતચીત કરતા હતા તે વખતે આરોપી નંબર-૧ દિનેશ શાંતિલાલ વસાવા રહે. ચિત્રોલ તા. નાંદોદ જીલ્લો. નર્મદા ના ઓનો ઇગ્લીશદારૂ નો બુટલેગર હોય તેની ઉપર ભુતકાળમાં પ્રોહીબિશન હેઠળ ગુન્હાઓ પોલીસ મથક મા નોંધાયેલ હોય તેણે તેમજ તેની સાથેના બીજા બે અજાણ્યા ઈસમોએ પોલીસ જવાન ને “તું ગઇ કાલે નાઇટમાં દારૂ પકડવાની વોચમાં હતો તે તું બંધ કરી દેજો નહીંતર આનુ પરિણામ સારૂં નહી આવે તું મને હજુ બરાબર ઓળખતો નથી તેમ કહી ધાક ધમકી આપતો હતો, અને તેની સાથે ના અન્ય બે અજાણ્યા ઈસમોએ ગમે તેમ ગાળો ભાંડી અને પોલીસ જવાન ને માથા મા મુક્કો માર્યો હતો આ સહિત તેની સાથે ના ખાનગી માણસ ને સાથે ઝઘડો કરી દાદાગીરી કરતા તેમજ પોતાની ફરજ માં પણ રૂકાવટ કરેલ. ફરીયાદીની કાયદેસરની ફરજ બજાવતા અટકાવવા સારૂ તેઓએ તથા તેમની સાથે આવેલ સાગરિતો દ્વારા ગમે-તેમ બોલી મુક્કો માથાના ભાગે મારી સામાન્ય ઇજા કરી તેમજ ફરીયાદી સાથેના ખાનગી વ્યક્તિને ઇસમોએ ગમે-તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તેની શારિરીક સલામતી જોખમમાં મુકાય તે આશયથી આરોપીએ છૂટો પથ્થરનો ઘા કરી બચી જઇ ફરીયાદી તેમજ ખાનગી વ્યક્તિની ફોરવ્હીલ ગાડી ઉપર પથ્થરમારો કરી ગાડીઓના કાચ તોડી નાખી નુકશાન કર્યુ હતું.

જેથી પોલીસ જવાન જીતેન્દ્ર ઇન્દ્રવદન વસાવા એ રાજપીપળા પોલીસ મથક મા ત્રણ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પોતાની ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ મામલે આઇ પી સી. ની ધારા 332,337,504,506(2),427,114 મુજબ નો ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here