રાજપીપલાની નાગરિક બેન્કમાં ડાયરેકટરોના વિવાદ થંભવાનું નામજ લેતાં નથી..!!

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

વિવાદો અને નાગરિક બેંક નું જાણેકે સંતા કૂકડી નો ખેલ

બેન્ક ના વાઇસ ચેરમેન ને ડિરેક્ટર પદે થી દૂર કરવા શો કોઝ નોટિસ

પોતાની મિલ્કત ખરીદનાર ની લોન મંજુર કરાવતા જિલ્લા રજિસ્ટ્રારે નોટિસ ફટકારતા વધુ એક વિવાદ વકર્યો

રાજપીપળા ની પ્રસિદ્ધ ધી રાજપીપળા નાગરિક સહકારી બેન્ક લિમિ. અને વાદ વિવાદ જાણે કે એક બીજા ના પર્યાય બની ગયા હોય એમ સમવાનું કોઈ નામજ લેતું નથી !! એક વિવાદ સમતો નથી ત્યાં બીજો વિવાદ સર્જાતા હવે તો ગ્રાહકો માં પણ બેંક ની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે, થોડાક સમય પહેલા જ બેંક ના પુર્વ મેનેજિંગ ડિરેક્ટર વિક્રમ માલવિયા અને ચેરમેન પ્રકાશ વ્યાસ સહિત અન્ય ત્રણ ડિરેક્ટર્સ ને રાજ્ય સહકારી મંડળી ઓ ના રજિસ્ટ્રાર દ્વારા કારણ દર્શક નોટિસ જારી કર્યા બાદ હવે ફરી પાછા બેંક ના વાઈસ ચેરમેન સામે વિવાદ વકર્યો છે.

રાજપીપલા નાગરિક બેન્ક ના છેલ્લા કેટલાક સમય થી શાંત જણાતા વહીવટ માં વિવાદ ના પ્રકરણ વધતા જાય છે, જિલ્લા રજિસ્ટ્રારે બેન્ક ના વાઇસ ચેરમેન અમિત ગાંધી ને ડિરેક્ટર પદે થી દૂર કરવા કારણ દર્શક નોટિસ ફટકારતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપલા નાગરિક બેન્ક ના વાઇસ ચેરમેન અમિત ગાંધી એ તેમની પોતાની જુના પોલીસ મથક પાસે, જુમ્મા મસ્જિદ ની બાજુમાં આવેલ મિલ્કત મહેરુન્નિસા શેખ ને વેચાણ કરવા બાનાખત કર્યો હતો અને તેના પર મિલકત ખરીદનાર ને બેન્ક માંથી રૂ 25 લાખ ની લોન મંજુર કરાવી હતી આ લોન મંજુર કરતા સમયે બેન્ક ની બોર્ડ મિટિંગ માં અમિત ગાંધી જાતે હાજર રહી લોન મંજૂરી માટે સંમતિ પણ આપી હતી .

ત્યારે સહકારી મંડળી ના કાયદા મુજબ મંડળી નો સભ્ય મંડળી એ ખરીદેલ કે વેચાણ કરેલ કે પછી મિલકત ની લોન આપી હોય તેમાં હિત ધરાવનાર વ્યક્તિ મંડળી નો સભ્ય ના રહી. શકે તે મુદ્દે નાગરિક બેન્ક ના સભ્ય અને રાજપીપલા ના વેપારી રાજેન્દ્ર મઢીવાલા એ જિલ્લા રજિસ્ટ્રાર ને અમિત ગાંધી ને સભ્યપદે થી દૂર કરવા રજુઆત કરતા જિલ્લા રજિસ્ટ્રાર હેમંત ચૌધરી એ નાગરિક બેન્ક સંચાલકો પાસે આ બાબતે આધાર પુરાવા સાથે અહેવાલ મંગાવ્યો હતો પરંતુ આશ્ચર્યજનક રીતે બેંકે કોઈ અહેવાલ નહિ મોકલતા જિલ્લા રજિસ્ટ્રારે તપાસ અધિકારી આર આર ભગત ને બેન્ક માં તપાસ કરવા મોકલ્યા હતા જેમણે તપાસ અહેવાલ મોકલતા જિલ્લા રજિસ્ટ્રારે અહેવાલ ને આધારે બેન્ક ના વાઇસ ચેરમેન અમિત ગાંધી ને તેમનું સભ્ય પદ સહકારી કાયદા ની કલમ 32 (1)બી હેઠળ રદ કરવા. વડી કચેરી ને કેમ ભલામણ નહિ કરવી? તે અંગે આધારપુરાવા સાથે તા 22/9 ના રોજ પુરાવા સાથે હાજર રહેવા નોટિસ અપાતા બેન્ક નું વહીવટ ફરી એકવાર વિવાદો ના વમળ મા આવયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here