મોરબીમાં ટ્રાફિક પોલિસનું જીલ્લા ભાજપ પ્રમુખે કયુ સન્માન…

મોરબી ,
આરીફ દીવાન

સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશ-વિદેશમાં કોરોના કહેરથી હાહાકાર હાહાકાર મચી ગયો છે ત્યારે કોરોનાવાયરસ અંતર્ગત ફરજના ભાગે જીવના જોખમે પ્રજાલક્ષી અને પ્રજા હિત કાર્ય કરનાર સમાજસેવકો સેવા કરનાર સેવાભાવી સંસ્થાઓ સરકારી અર્ધસરકારી કર્મચારીઓ પોતાની યથાશક્તિ પ્રમાણે કોરોનાવાયરસ અંતર્ગત સતત સેવાના ભાગરૂપે કાર્ય કરિયાના કાર્યથી પરિચિત લાભ મેળવનાર વ્યક્તિઓ હશે તેનો પરિચય આપવાની જરૂર નથી પરંતુ સારી કામગીરીને બિરદાવી એ પણ એક સારું કાર્ય છે તેવું જ કંઇક મોરબી શહેર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ દ્વારા ફરજનિષ્ઠા કર્મચારીઓને ઉત્સાહિત કરી બહુ મન સાથે સન્માનપત્ર આપી ફરજનિષ્ઠ કર્મચારીઓના કાર્યને બિરદાવ્યો છે જેમાં તાજેતરમાં જ મોરબી ખાતે સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર એવા મોરબી જયદીપ ચોક વિસ્તારમાં ખૂબ સારી રીતે પોતાની ફરજ બજાવતા કોરોના વોરિયર્સ ટ્રાફિક પોલિસ જીતુદાન ગઢવી, અશોકભાઇ સોલંકી, ફાલ્ગુનીબેનને કોરોના જેવી મહામારી વચ્ચે પણ ટ્રાફિક નિયંત્રણ માટે સરાહનિય કામગીરી બદલ મોરબી જીલ્લા ભાજપ પરિવાર વતી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા દ્વારા સાલ ઓઢાડી સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા જે તસવીરમાં નજરે પડે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here