મોરબી નગરપાલિકા વોર્ડનું સીમાંકન ભૌગોલિક સ્થિતિને જોયા વગર કરવામાં આવેલ છે : આમ આદમી પાર્ટી

મોરબી ,
આરીફ દીવાન

તાજેતરમાં આગામી મોરબી નગરપાલિકા માટે બનાવવામાં આવેલ સીમાંકન ૨૦૨૦ માં ભૌગોલિક સ્થિતિને જોયા વગર કરવામાં આવેલ છે તેવું આમ આદમી પાર્ટી દ્વારા રાજ્ય ચૂંટણી કમીશનરને પત્ર પાઠવી જણાવવામાં આવેલ છે પત્રમાં જણાવ્યા અનુસાર મોરબી નગરપાલિકાનું ૨૦૨૦ નું સિમાંકન તા.૩/૯/૨૦૨૦ ના રોજ જાહેર કરવામાં આવેલ છે. તે ખરેખર મોરબી શહેરની સ્થાનિક ભૌગોલિક સ્થિતિને ધ્યાને લીધા સિવાય પ્રજાને પરેશાન કરવાના હેતુથી સિમાંકન બનાવવામાં આવેલ છે તે ભૂલ ભરેલું અને ખામી યુક્ત છે. જેથી કરીને નીચે જણાવેલ વિગતોમાં (વોર્ડમાં) વિસંગતતા સર્જાયેલી છે.
વોર્ડ નંબર – ૨
૧. ના ગત સિમાંકન ૨૦૧૫ માં શાંતિવન સોસાયટી, સુમારા સોસાયટી, નવલખી ક્વાટર જે વોર્ડ નંબર – ૨ માં હતા પરંતુ નવા સિમાંકન ૨૦૨૦ માં આ વિસ્તારને વોર્ડ નંબર ૨ કે અન્ય કોઈ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવેલ નથી જે લોકોને અન્યાય કરતાં છે માટે ઉપરોક્ત વિસ્તારમાં ઉપર જણાવેલ સોસાયટીઓને ભૌગોલિક પરિસ્થિતી એ વોર્ડ નંબર – ૨ માં સમાવેશ કરવો જોયએ…
વોર્ડ નં. ૬
૧. માં ગત સિમાંકન ૨૦૧૫ માં જે સમાવેશ વિસ્તાર હતો. તેમાં નવા સિમાંકન ૨૦૨૦ માં ભૌગોલિક પરિસ્થિતી જોયા વગર સત્યમ પાન વાળી શેરી, ભક્તિનગર શેરી નં. ૧ થી ૩ જે મૂકવામાં આવેલ છે. તેને અન્ય બીજા વોર્ડમાં એટલે કે વોર્ડ નં. ૮ માં પણ સમાવેશ કરેલ છે. જે પ્રજામાં વિસંગતતા છે કે, ક્યાં વોર્ડમાં ગણવામાં આવે.

૨. વોર્ડ નં. ૬ માં જે મોર ભગતની વાડી હાઇવે રાજકોટ મૂકવામાં આવેલ છે તે વોર્ડ નં. ૬ માં પણ સમાવેશ છે. વોર્ડ નં. ૮ માં પણ સમાવેશ છે. તથા વોર્ડ નં. ૧૧ માં પણ સમાવેશ છે. જેથી મતદારોમાં વિસંગતતા સર્જાય છે કે, અમારે કયા વિસ્તારના ઉમેદવારને મતદાન કરવો અને કોણ અમારો પ્રતિનિધિ છે. એ પણ એક વિસંગતતા છે. જે નવા સિમાંકનના કારણે સર્જાયેલ છે.

૩. વોર્ડ નં. ૬ માં વજેપર શેરી નં. ૧, ૩, ૫ , ૭, ૯, ૧૧, ૧૩નો સમાવેશ કરેલ છે. તે જ શેરીઓનો વોર્ડ નં. ૮ અને ૧૨ માં સમાવેશ કરેલ છે. ખરેખર જોવા જઈએ તો વજેપર વિસ્તારનો સમાવેશ વોર્ડ નં. ૬ માં સમાવેશ કરેલ છે. તે વિસ્તાર ભૌગોલિક પરિસ્થિતીએ એટલા માટે અનુકૂળ નથી કે વચ્ચે માધાપર અને વજેપરની વચ્ચે જે મતદારો આવે છે. તે અન્ય વોર્ડમાં છે જેવા કે વોર્ડ નં. ૧૨, ૫ નો ભાગ છે જે ભૌગોલિક સ્થિતિને અનુરૂપ નથી.

વોર્ડ નં. ૭ સિમાંકનમાં ભૂલ ભરેલા વિસ્તારોનો સમાવેશ થયેલ છે જે નીચેની વિસંગતતા ધ્યાને લેવા યોગ્ય.

૧. ગત સિમાંકન ૨૦૧૫માં સામક શેરી, ગામોટ શેરી, લાલબંબા વાળી શેરી, ઘંટીયાપા જે વોર્ડ નં. ૫ માં સમાવેશ હતો. જેને નવા સિમાંકન ૨૦૨૦ માં વોર્ડ નં. ૭ માં સમાવેશ કરેલ છે તે ભૌગોલિક પરિસ્થિતી મુજબ અનુકૂળ નથી. તેનાથી મતદારોમાં અસજક્તા ફેલાયેલ છે. એક જ જ્ઞાતિને ટાર્ગેટ કરી પક્ષીય ધોરણે આ સિમાંકન થયું હોય તેવું લાગે છે.

વોર્ડ નં. ૮
૧. ગત સિમાંકન ૨૦૧૫ માં વોર્ડ નં. ૮ માં સમાવેશ વિસ્તાર જોન્સનગરને નવા સિમાંકન ૨૦૨૦ માં વોર્ડ નં. ૯ માં સમાવેશ કરવામાં આવેલ છે. તે વિસંગત ભરેલું છે. કારણ કે સાવરની પાળ ભારત નગર ત્યારબાદ જોન્સ નગર ત્યારબાદ પૃથ્વીરાજ પ્લોટ ૧ અને ૨ આમ જોવા જઈએ તો આ બંનેની વચ્ચે જોન્સ નગર આવે છે. સાવરની પાળ અને પૃથ્વીરાજ પ્લોટ સીમાંકનાં વોર્ડ નં. ૮ માં છે. તો વોર્ડ નં. ૯ માં જોન્સ નગરને મૂકવાનું કારણ શું જે ભૌગોલિક દ્રષ્ટિએ મતદારોમાં વિસંગતતા ફેલાવે છે.

૨. એવી જ રીતે મોર ભગતની વાડી રાજકોટ હાઇવે રોડ જેનો સમાવેશ વોર્ડ નં. ૬, વોર્ડ નં. ૮ અને વોર્ડ નં. ૧૧ આ ત્રણેય વોર્ડમાં થતો હોય જેના કારણે મતદારોને પોતાનો પ્રતિનિધિ બનાવવામાં પણ અરાજકતા લાગે એવું આ નવું સિમાંકન છે જેથી તેને રદ કરવું જોઈએ.

૩. તેમ જ વોર્ડ નં. ૮ માં જે નવો વિસ્તાર સમાવેશ થયેલ છે. વજેપર શેરી ૧, ૩, ૫, ૭, ૯, ૧૧, ૧૩ જે વિસ્તાર વોર્ડ નં. ૬, વોર્ડ નં. ૧૨ માં સમાવેશ કરેલ છે. તે વિસ્તાર વોર્ડ નં. ૬, વોર્ડ નં. ૮, વોર્ડ નં.૧૧ એ જ શેરીઓ એ જ મતદારો ત્રણ-ત્રણ વોર્ડમાં સમાવેશ થાય જેથી મતદારોની પરિસ્થિતી આપ સમજી શકો જેથી નવું સિમાંકન રદ કરવું જોઈએ.

૪. જોન્સનગર ને વોર્ડ નં. ૯ માંથી બાદ કરી વોર્ડ નં. ૮ માં જ રાખવું જોઈએ જે ભૌગોલિક દ્રષ્ટિએ સુસંગત છે.

વોર્ડ નં. ૯ :-
આ વોર્ડ માં સિમાંકનમાં ભૂલ ભરેલા વિસ્તારોનો સમાવેશ થયેલ છે. જે નીચેની વિસંગતતા ધ્યાને લેવા યોગ્ય કરશો.

૧. ગત સિમાંકન ૨૦૧૫ માં વોર્ડ નં. ૯ માં સમાવેશ થયેલ વિસ્તારમાં વૈભવનગર, ધર્મસિધ્ધી સોસાયટી, પટેલનગર, શિવમ-૧-૨, ચિત્રા- શ્રીજી સોસાયટી વિસ્તારનો સમાવેશ હતો. પરંતુ સિમાંકન-૨૦૨૦ માં આ વિસ્તારોને વોર્ડ નં. ૧૧ માં સમાવેશ કરેલ છે. તે ભૌગોલિક દ્રષ્ટિએ સુસંગત ધરાવતું નથી. જેથી આ સિમાંકન રદ કરવા વિનંતી.
૨. વોર્ડ નં. ૯ માં સિમાંકન ૨૦૨૦ માં જે જોન્સનગરનો સમાવેશ કરેલ છે તે અયોગ્ય છે. જેના બદલે સત્યમ પાન વાળી શેરી, ભક્તિનગર શેરી-૧-૨-૩ નો સમાવેશ થવો જોઈએ. એના બદલે વોર્ડ નં. ૮ માંથી જોન્સનગરનો સમાવેશ કરેલ છે. તે સુસંગતતા ધરાવતું નથી. જેથી જોન્સનગર ને વોર્ડ નં. ૮ માં સમાવેશ કરવો જોઈએ. અને વોર્ડ નં. ૮ માં સમાવેશ થયેલ ભક્તિનગર શેરી નં. ૧-૨-૩ અને સત્યમ પાન વાળી શેરીનો સમાવેશ વોર્ડ નં. ૯ માં કરવો જોઈએ.

૩. વોર્ડ નં. ૧૧ માં સમાવેશ થયેલ વિસ્તાર :- વૈભવનગર, ધર્મલાભ-ચિત્રા- પટેલનગર, શિવમ-૧-૨, પી.જી. નો પાછળનો ભાગ જે ખરેખર વોર્ડ નં. ૯ નો સમાવેશ થયેલ વિસ્તાર છે. ગત સિમાંકન ૨૦૧૫ માં આ વિસ્તાર વોર્ડ નં. ૯ માં હતો જેના બદલે સિમાંકન ૨૦૨૦ માં વોર્ડ નં. ૧૧ માં સમાવેશ કરેલ છે. તે ભૌગોલિક પરિસ્થિતીએ સુસંગત ધરાવતું નથી. જેથી ઉપરોક્ત નામ-નિર્દેશવાળા વિસ્તારને વોર્ડ નં. ૯ માં સમાવેશ કરવો જોઈએ. જે પ્રજાના હિતમાં અને ભૌગોલિક સુસંગતતા ધરાવે છે.

વોર્ડ નં. ૧૦
આ વોર્ડમાં સિમાંકનમાં ભૂલ ભરેલા વિસ્તારોનો સમાવેશ થયેલ છે જે નીચેની વિસંગતતા ધ્યાને લેવા યોગ્ય કરશો.

ગત સિમાંકન ૨૦૧૫માં સમાવેશ વિસ્તારમાં ગાયત્રીનગર-હરિહરનગરનો સમાવેશ ન હતો. પરંતુ નવા સિમાંકન ૨૦૨૦ માં ગાયત્રીનગર,હરિહરનગર નો સમાવેશ કરવામાં આવેલ છે. તે બંને વિસ્તારો રવાપર સર્વે નંબરમાં આવેલા છે. જેનો સમાવેશ નગરપાલિકામાં સમાવેશ ક્યાં આધારે થયો તે પણ વિસંગતતા ધરાવે છે.

વોર્ડ નં. ૧૧
(૧) વોર્ડ નં. ૧૧ માં ગત સીમાંકન ૨૦૧૫ માં શક્તશનાળા ગામનો સમાવેશ થયેલો સરકાર દ્વારા સમયાંતરે સરકાર દ્વારા શક્તશનાળાને મોરબી નગરપાલિકા માંથી ફરી દૂર કરવામાં આવે જેના કારણે મોરબી શહેરનું સીમાંકન-૨૦૧૫ રદ કરી નવું સીમાંકન ૨૦૨૦ નું બનાવવાની ફરજ થયેલ છે. તેમાં ઘણી બધી વિસંગતતાઓ જોવા મળેલ છે. વોર્ડ નં. ૧૧ માં સીમાંકન ૨૦૨૦ માં વોર્ડ નં. ૯ માંથી અમુક વિસ્તાર જેવા કે અવધ-૪, ધર્મલાભ સોસાયટી, વૈભવનગર, પટેલ કોલોની, પીજી કલોક પાછળ, શિવમ-૧-૨- નો સમાવેશ જે ૧૧ નં. વોર્ડમાં કરવામાં આવેલ છે. તે ભૌગોલિક પરિસ્થિતી જોતાં યોગ્ય નથી. કારણ કે ભરતનગર-૧-૨ ની આગળનો વિસ્તાર છે. વોર્ડ નં.૧૧ ની બોર્ડર ભરતનગર થાય પરંતુ ભરતનગરને વોર્ડ નં. ૯ માં સમાવેશ કરેલ છે તો આ વચ્ચેનો વિસ્તાર વોર્ડ નંબર ૧૧ માં કેવી રીતે સમાવેશ થાય તે વિસંગતતા જોવા મળેલ છે.

૨. વોર્ડ નં. ૧૧ માં સમાવેશ મોર ભગતની વાડી- (મોરબી-રાજકોટ હાઇવે) તે વિસ્તાર વોર્ડ નં. ૬ માં પણ સમાવેશ થયેલ છે. અને વોર્ડ નં. ૮ માં પણ સમાવેશ થયેલ છે. આમ આ એક જ વાડી વિસ્તાર ત્રણ-ત્રણ વોર્ડમાં કેવી રીતે સમાવેશ થઈ શકે તે ભૌગોલિક દ્રષ્ટિએ વિસંગતતા જણાઈ આવેલ છે.

ઉપરોક્ત તમામ મુદ્દાઓને ધ્યાને લઈ જે નવા સિમાંકન ૨૦૨૦ માં બનાવવામાં આવેલ છે. જે વોર્ડ રચના દરેક વોર્ડમાં ઘણા ખરા વિસ્તારોનું ડુપ્લીકેશન થાય છે. જેથી અમારી માન્યતા અને જાણ મુજબ જે આ સીમાંકન બનાવવામાં આવેલું છે. તે ભૂલ ભરેલું અને પ્રજાને ભ્રમીત કરનાર છે. જેથી તાત્કાલિક આ સીમાંકન રદ કરી મોરબી શહેરની ભૌગોલિક પરિસ્થિતી જોઈને સીમાંકન બનાવવામાં આવે તેવી અમારી લાગણી અને માંગણી છે. આ બાબતે જો યોગ્ય કરવામાં નહીં. આવે તો પ્રજાનાં હિતમાં અદાલતનો આશરો લેવામાં આવશે તેવી આમ આદમી પાર્ટી દ્વારા ચીમકી પણ ઉચારેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here