રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલને CSR એક્ટીવીટી ભાગરૂપે ડોનેશન સ્વરૂપે મળી ૩ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સુવિધા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

કોરોનાની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને કોરોનાનું સંક્રમણ ઘટાડવા અને નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ હોસ્પિટલમાં કોરોનાના દરદીઓને સારવાર માટે ઉપયોગી આરોગ્યલક્ષી અનેક ઉપકરણોની સવલત-સુવિધાનો વ્યાપ વધારવાના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ. શાહના સુચારૂ આયોજન અને તે દિશામાં જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોના ભાગરૂપે રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ માટે CSR એક્ટીવીટીના ભાગરૂપે ડોનેશન સ્વરૂપે ૩ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સુવિધા મેળવવામાં સફળતા સાંપડી છે.

રાજપીપલાના CDMO, સિવિલ સર્જન અને કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી ડૉ.જ્યોતિબેન ગુપ્તા તરફથી આજે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોવિડ હોસ્પિટલમાં જરૂરીયાત મુજબની આરોગ્યલક્ષી સુવિધાની ઉપલબ્ધિ માટે CSR એક્ટીવીટીના ભાગરૂપે ડોનેશન સ્વરૂપે વિવિધ ઉપકરણો મેળવવા માટે જિલ્લા પ્રશાસનના સઘન પ્રયાસોના ફલ સ્વરૂપે હેપ્પી ફેસીસ ફાઉન્ડેશનના રીટાબેન ભગત તરફથી ૨ ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને જુનાગઢના શ્રી સંજયભાઇ કોરડીયા તરફથી ૧ ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિત કુલ-૩ ઓક્સિજન કોન્સન્ટ્રેટર પ્રાપ્ત થયેલ છે. આમ, રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલમાં ઉપરોક્ત સુવિધામાં વધારો થયેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, હેપ્પી ફેસીસ ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારમાં નિ:સ્વાર્થભાવે વિવિધ વિકાસકિય યોજનાકિય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે અને તેમાંય ખાસ કરીને મહિલા ઉત્કર્ષ-કલ્યાણની સાથે તેમને આત્મનિર્ભર બનાવવામાં આ સંસ્થાનું યોગદાન મહત્વનું રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here