ગોધરા : સાર્વજનિક યુવક મંડળ સંચાલિત સાર્વજનિક પ્રાથમિક શાળા બજાર મોહલ્લા ખાતે શિક્ષકદિનની ભવ્ય ઉજવણી કરાઈ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

દર વર્ષે તારીખ ૫ સપ્ટેમ્બર એટલે કે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉ.રાધાકૃષ્ણ સર્વપલ્લીનો જન્મદિવસ જેને આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ, કારણ કે એક શિક્ષક જ સાચા અર્થે વિદ્યાર્થીનું સિંચન કરી શકે છે માટે જ શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો, શિક્ષક હંમેશા સર્વોપરી હોય છે. વિશ્વનો કોઈ પણ વ્યક્તિ હોય કે જેણે ગમે તે ખ્યાતિ મેળવી હોય… એ સૌથી મોટો સાયન્ટીસ્ટ હોય, રમતવીર હોય, કલેકટર હોય કે પછી મોટો અમલદાર હોય એ સૌ ના ઘડતર અને સિંચનમાં મહત્તમ ફાળો એક શિક્ષકનો જ હોય છે જેને ધ્યાનમાં રાખી આજરોજ સમસ્ત ભારત સહિત સાર્વજનિક યુવક મંડળ સંચાલિત સાર્વજનિક પ્રાથમિક શાળા બજાર મોહલ્લા ખાતે પણ શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને તેમના સહસાથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું હતું. આજના તમામ શિક્ષકો દ્વારા ખૂબ જ સારી તૈયારી કરીને ખૂબ જ આકર્ષક અને સરળ રીતે શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું હતું. ખૂબજ બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ શિક્ષક દિવસમાં ભાગ લીધો હતો. શાળા દ્વારા આવા તમામ શિક્ષકો અને સ્ટાફને સર્ટિફિકેટ અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં શાળાના આચાર્યશ્રી સોલંકી અલકામેડમ
સુપરવાઇઝર શ્રી કેસરી જૂમાના મેડમ આયોજકો: તસ્લીમ સુરતી સાહેબ પિત્તલવાલા સગુફ્તા મેડમ ખાલીદ ગરીબા સાહેબ ભોચું સમીરા મેડમ માલા યાસર સાહેબ મીંઢી અનસ સાહેબ ગીતેલી અફનાન સાહેબ હસન સુરૈયા મેડમ હાજર રહી સમગ્ર કર્યક્રમનું સરળ અને સફળ આયોજન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here