મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદા જીલ્લામા કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવ્યો

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

પાણી પુરવઠાની 152 કરોડથી વધુના ખર્ચે વિવિધ યોજનાઓનું ખાતમૂહુર્ત કરાયું

નર્મદા જિલ્લાના 39 ગામોને સિંચાઇ માટે દિવસે વીજળી મળશે

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કિસાન સૂર્યોદય યોજનાના બીજા ચરણમાં દક્ષિણ ગુજરાતના પ્રથમ તબક્કામાં નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતેથી યોજના નો શુભારંભ કરવામા આવ્યો હતો.જેનાથી નર્મદા જિલ્લાના 39 ગામના ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી ઉપલબ્ધ થશે. આ યોજનાના બીજા ચરણમાં PGVCL, UGVCL, MGVCL અને SGVCLના વિસ્તારના કુલ 2702 ગામોના ખેડૂતોને કુલ 953 ખેતી વિષયક ફીડરોના 2.24 લાખથી વધુ ખેતી વિષયક વીજ જોડાણોને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપવામાં આવશે. જેથી ખેડુતો ને ખેતી કરવામાં અનુકૂળતા રહેસે

મુખ્યમંત્રી રૂપાણી એ આ ઉપરાંત તેઓ ના હસ્તે ના પાણી પુરવઠાની 152 કરોડથી વધુના ખર્ચે વિવિધ યોજનાઓનું ખાતમૂહુર્ત કર્યુહતુ. જેમાં કરજણ ડાબા કાંઠા કેનાલ આધારિત નાંદોદ તાલુકાના 57 ગામોની રૂ. 72.66 કરોડની પાણી પુરવઠા યોજના, કરજણ ડાબા કાંઠા કેનાલ આધારિત નાંદોદ તાલુકાના 21 ગામોની રૂ. 23.03 કરોડની પાણી પુરવઠા યોજના, કરજણ જમણા કાંઠા કેનાલ આધારિત નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકાના 32 ગામોની 49.94 કરોડની પાણી પુરવઠા યોજના તેમજ નર્મદા મુખ્ય કેનાલ આધારિત ગરૂડેશ્વર તાલુકાના 36 ગામો અને 22 ફળિયાની 7.24 કરોડની પાણી પુરવઠા યોજનાઓનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપરાંત ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા, સંસદસભ્યો મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here