રાજપીપળા પાસેના ગોપાલપુરા ગામમાં વાંદરસેનાનો આંતક

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

ઘરો મા ઘુસી ઘરવખરી ને નુકશાન પહોંચાડતાં વાદરને વન વિભાગે ઝડપી પાડતા ફરી વાર વાંદરસેના ગામમા તુટી પડી મચાવેલો આતંક

રાજપીપળા પાસેના ગોપાલપુરા ગામ ખાતે ઉમટી પડેલ વાંદરસેનાએ ગામના ઘરોમા ધુસી ઘરવખરીના સામાનની તોડફોડ કરતા લોકોમા ભારે ભયનો માહોલ ફેલાયેલો છે. ગ્રામજનો એ વનવિભાગને જાણ કરતા એક વાંદરો પાંજરે પુરાતા જાણે કે તેનો બદલો લેવા માટે ફરીવાર વાંદરાના ટોળાં ગામમા ઉતરી પડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

છેલ્લા ત્રણ દિવસથી ગોપાલપુરા ગામમાં વાંદરાનો ટોળે ટોળા ગામના ઘરોમાં ઘૂસી જાય છે અને તિજોરીના કાચ તેમજ ટીવી તેમજ જે કાચની વસ્તુ દેખાય તે તોડી નાખે છે તેમજ વાડામાં ધુસી જઇ વોશબેસિનના કાચ તોડી નાખે છે અને ઘરવખરીના સામાનને નુકશાન પહોંચાડી રહયા છે. જેથી ગ્રામજનો મા ફફડાટ ફેલાયો છે.
આ અગાઉ પણ લોકડાઉન પહેલા પણ વાંદરસેના ગામમા હોવાનું એડવોકેટ જીતેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું અને વિશેષમા જણાવ્યું હતું કે આવું જ કૃત્ય કરતા વન વિભાગને જાણ કરાતા વન વિભાગ તરફથી પીંજરું બેસાડેલ જેમાં જે વાંદર કાચ તોડતો હતો તે ઝડપાઇ ગયેલ જેને મોવી તરફ મૂકી આવેલ અને ફરીથી હાલમાં એ જ વાંદર કે તેનો કોઈ ભાઈ આવી ગોપાલપુરામાં આંતક મચાવી રહયા છે. જેથી વનવિભાગ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ તેઓ દ્વારા કરવામાં આવી છે.

આ બાબતે એ વાતો પણ વહેતી થઈ છે કે એક વાંદરને પાંજરામા પુરાતા તેની યાદમા વાંદરસેના ગામમા ફરી વાર પ્રવેશી આતંક મચાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here