બોડેલી તાલુકાના રણભુનધાટી રોડ પર હોમગાર્ડ જવાન ને દૂધના ૪૦૭ ટેમ્પોએ અડફેટે લેતા કમકમાટી ભર્યું મોત

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છેલ્લા ૨૫ વર્ષથી હોમગાર્ડમાં ફરજ બજાવતા જેઓનું અચાનક મોત થતા પરિવારનો મોભ ગણાતા ભરત ભાઈ રાઠવાનું પરિવાર ભારે શોકમગ્ન બન્યો

પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ રહેવાસી ઠલકી લોઢણ તાલુકો જેતપુર પાવી (જેતપુર યુનીટ )કાલે રાત્રિના નવ વાગ્યા દરમ્યાન અને બોડેલી તાલુકાના રણભુનધાટી રોડ ઉપર ફરજ બજાવતા હતા તે દરમિયાન બોડેલી તરફથી દૂધનો ૪૦૭ ,ટેમ્પો હાલોલ તરફ પુરપાટ ઝડપેજઈ રહ્યો હતા તે દરમિયાન ૪૦૭ ,ટેમ્પો ચાલકે હોમગાર્ડ જવાનને અડફેટે લેતા હોમગાર્ડ જવાન રાઠવા ભરતભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું
ઘટનાની જાણ પરિવાર ના સભ્યો ને જાન થતા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતાસમગ્ર ઘટના ની જાણ બોડેલી પોલીસને કરાતા પોલીસે સ્થળ પર જઈ કાયદેસરની કાર્યવાહી કરી મૃતકની મૃત દેહ ને બોડેલી સી એચ સી ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોક્લી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરેલ છે.પરિવાર દ્વારા મૃતક ન્યાય ની માગણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here