બોડેલી તાલુકાના મોટા અમાદરા પ્રાથમિક શાળા મુકામે 58 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

બોડેલી,(છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના મોટા અમાદરા પ્રાથમિક શાળા મુકામે 58 માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે મે.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી,છોટાઉદેપુર ઈમરાન ભાઈ સોની,સાહેબ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશ ભાઈ વણકર સાહેબ અને બોડેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા બોડેલી તાલુકા શૈક્ષિક મહાસંઘ ના હોદ્દેદારોએ હાજરી આપી. કાર્યક્રમની શરૂઆત મોટા અમાદરા પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી ત્યારબાદ 58 માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે મે.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ઈમરાન ભાઈ સોની સાહેબના અધ્યક્ષપના હેઠળ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું અધ્યક્ષના વડપણ હેઠળ દીપ પ્રાગટ્ય કરી સદર કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો મંચસ્થ મહાનુભાવોનું પ્રાથમિક શાળાના શિક્ષકો અને ગ્રામજનો દ્વારા પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મે.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી છોટાઉદેપુર અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી બોડેલીને મોટા અમાદરા પ્રાથમિક શાળા તરફથી સ્મૃતિ ચિહ્ન ભેટ અર્પણ કરવામાં આવ્યું હતું મે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ઈમરાન ભાઈ સોની દ્વારા તેમના વક્તવ્યમાં જણાવવામાં આવ્યું હતું કે સરકારશ્રીના પરિપત્ર મુજબ દરેક સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવે છે જે અનુસંધાને આજ રોજ સદર શાળા ધોરણ ૧ થી ૫ ની નાની શાળા હોવા છતાં પણ આટલી બધી સંખ્યામાં ગ્રામજનો પોતાનો કિંમતી સમય બગાડી ને હાજર રહ્યા છો તેનાથી શાળાના શિક્ષકો અને બાળકોને પ્રેરક બળ મળી રહે છે અને આવનારા સમયમાં આપની શાળાને આવો સહકાર ગ્રામજનો તરફથી મળતો રહેશે એવી આ તબક્કે આશા રાખું છું આપણું બાળક પ્રાથમિક શાળામાં પાયાનું શિક્ષણ મેળવીને ઉચ્ચ શિક્ષણ મેળવવા અન્ય શાળામાં જાય છે તેમાં સૌથી વધારે પાયાનો ફાળો ગામ ની પ્રાથમિક શાળા નો હોય છે આપણા ગામના બાળકો પ્રાથમિક શાળામાં વધુમાં વધુ પ્રાથમિક શિક્ષણ માટે જોડાય એવી આ તબક્કે મારુ આપ તમામને આહ્વાન છે ગામના સરપંચ શ્રી, ડેપ્યુટી સરપંચ શ્રી એસએમસી અધ્યક્ષ, smc સમિતિના તમામ હાજર રહેલા સભ્યો ,તલાટીશ્રી અને ગામમાંથી પધારેલા તમામ ભાઈઓ અને બહેનો દર વર્ષે પ્રાથમિક શાળામાં આવા કાર્યક્રમો તમે કરતા રહો જેથી ગામની એકતા કાયમી જળવાઈ રહે તે બાબતથી તમામને વાકેફ કર્યા હતા. ગત વાર્ષિક પરીક્ષામાં મોટાઅમાદારા પ્રાથમિક શાળામાં પ્રથમ ક્રમાંક મેળવેલા તમામ બાળકોનું પુસ્તક આપી ગામના સરપંચ શ્રી અને એસ.એમ.સી.ના સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં હાજર રહેલા તમામ બાળકો, મહેમાનો અને તમામ ગ્રામજનોનું ગામના દાતાઓ દ્વારા તિથી ભોજન નું આયોજન કરવામાં આવેલું હતું. અંતમાં મોટા અમાદરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અનિલભાઈ જોશી દ્વારા હાજર રહેલા તમામ મહેમાનો અને હાજર રહેલા તમામ ગ્રામજનોનો આભાર માની સદર કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here