બોડેલી તાલુકાના ફેરકુવા અને વણઘા ગામે નવનિર્માણ પામેલ પંચાયત ભવન અને નંદઘરનું લોકાર્પણ પાવીજેતપુર ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લા ગ્રામ એજન્સી અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજનાના સંયુક્ત ઉપક્રમે બોડેલી તાલુકાના ફેરકુવા અને વણઘા ગામે ૨૭ લાખથી વધુના નવનિર્માણ પામેલ પંચાયત ભવન અને ૭.૫૦ લાખના ખર્ચે બનેલ નંદઘરનું લોકાર્પણ પાવીજેતપુર ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે શાસ્ત્રોચ્ચાર સાથે રીબીન કાપી,નાળિયેર વધેરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેમાં બોડેલી તાલુકા એપીઓ વિજયભાઈ,તલાટીકમમંત્રી સ્મિતાબેન,સરપંચ જયંતીભાઈ ભીલ,જિલ્લા ભાજપા મંત્રી સ્નેહાબેન તડવી,ગુજરાત પ્રદેશ મહિલા મોરચા કારોબારી સભ્ય ઉષાબેન પટેલ,જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ ભગુભાઈ પંચોલી,જિલ્લા મીડિયા સેલ કન્વીનર પરિમલ પટેલ,જિલ્લા કિસાન મોરચા ઉપપ્રમુખ ઉત્પલ પટેલ,તાલુકા ભાજપા ઉપપ્રમુખ કાજલબેન,યુવા મોરચા મહામંત્રી કિરણસિંહ રાજપૂત,જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધીરેનભાઈ તિવારી,ગામના આગેવાનો સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સંબોધતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી દેશની ધુળા સંભાળી છે ત્યારથી પ્રત્યેક ગામોનો કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સર્વાંગી વિકાસ કરી રહ્યા છે.જેના ફળ આજે આપણે ચાખી રહ્યા છે.ભૂતકાળમાં તમામ ગામોમાં તલાટી ન રહી શકે તેવી કોઈ પણ વ્યવસ્થા પાછલી સરકારોએ કરી નથી.આજે એમજી નરેગા યોજના થકી તલાટીકમમંત્રી રહી શકે તેવા સુવિધાયુક્ત પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.છેલ્લા ત્રણ વર્ષમાં પંચાયતોમાં નાણાં પંચના કામો સત્વરે પૂર્ણ કરવા, આવાસોથી વંચિત લાભાર્થીઓને લાભ અપાવવા, આંગણવાડીમાં ગામના નાના ભુલકાઓને વધુ લાભ મળે,પીવાના પાણીના પ્રશ્નો દૂર કરવામાં આવે તે અંગે ધારાસભ્યએ પંચાયતના સરપંચ,તલાટી અને વહીવટદારોને સૂચના આપી ટકોર કરી હતી.ગામના આગેવાન કાર્યકર્તાઓને પણ જાગૃત રહી પ્રજાજનોના કામ કરવા અંગે જણાવ્યું હતું.ધારાસભ્યએ આગામી સમયમાં પાવીજેતપુર વિધાનસભામાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતના તલાટીઓ સાથે બેઠક કરી ખૂટતા વિકાસના કાર્યોને વધુ અસરકારક બનાવવા સહુ સાથે મળીને કામ કરીશું તેમ જણાવ્યું હતું.અંતમાં ધારાસભ્યએ જિલ્લા વિકાસ અધિકારી,બોડેલી એપીઓ,તલાટીકમમંત્રીનો આભાર પ્રગટ કર્યો હતો.આમ પાવીજેતપુર ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે ૩૫ લાખના ખર્ચે નવનિર્માણ પામેલ પંચાયત ભવન અને નંદઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here