વાંકાનેર નજીક ડમ્પરની હડફેટે બાઈક ચાલક જખમી…

વાંકાનેર,(મોરબી) આરીફ દિવાન :-

બાઈક ચાલકે ડમ્પર ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવી

વાંકાનેર નજીક ડમ્પરે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલકને ઇજા થઇ હતી.આ બનાવ અંગે બાઈક ચાલકે ડમ્પર ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રોશનઅલીભાઈ મહમદભાઈ શેરસીયા (ઉ.વ.-૬૦ ધંધો-ખેતીકામ રહે- ગામ-અમરસર તા.વાંકાનેર) એ આરોપી ડમ્પર વાહન નં. GJ-13-AW- 7717ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૪ ના રોજ સવારના સાડા દશેક વાગ્યાના અરસામા ફરીયાદી પોતાનુ હોન્ડા નં. GJ-03-HG- 1450ને ચલાવી અમરસરથી વાંકાનેર તરફ જતા હતા. ત્યારે સામેથી આ આરોપીએ પોતાના હવાલાવાળુ ડમ્પર વાહન નં. GJ-13-AW- 7717 વાળુ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સામેથી ફરીયાદીને બાઈક સહિત હડફેટે લેતા ફરીયાદી નીચે પડી જતા ડાબા પગે નળાના ભાગે તથા ડાબા પગે સાથળના ભાગે ફ્રેક્ચરની ઇજા તથા શરીરે સામાન્ય છોલછાલની ઇજા પહોંચાડી અકસ્માત કરી ડમ્પર રોડ પર મુકી નાસી છૂટ્યો હતો.આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here