બગસરા સિનિયર સિટીઝન અને યશ બેંક દ્વારા આયોજિત “જીંદગી મિલકે બિતાયેગે” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

બગસરા, (અમરેલી) પ્રવાસીપ્રતિનિધિ :-

શેર એન્ડ કેર – અમરેલી દ્વારા સંગીત સંધ્યા નો રંગારંગ કાર્યક્રમ યોજાયો

અમરેલી જિલ્લાનાં બગસરા તાલુકાના બગસરા ગામે સિનિયર સિટીઝન પરિવાર – બગસરા દ્વારા “જીંદગી મીલકે બિતાયેગે” કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતું. જેનાં પ્રારંભમાં સિનિયર સિટીઝન નાં સભ્યોનો જન્મ દિવસ એક સાથે દિપ પ્રગટાવી કરી ઉજવવામાં આવ્યો હતો. સભ્યો દ્વારા મહેમાનો તથા મ્યુઝિક ટીમનાં કલાકારો ને પુસ્તક તથા રૂમાલ આપી સન્માન કરેલ. શેર એન્ડ કેર – અમરેલી નાં કલાકારો દ્વારા ગણપતિ વંદના, ગીત, ગઝલ અને દેશ ભક્તિનાં ગીતો મધુર સ્વરે રજૂ કરવામાં આવ્યા હતા. યશ બેંકનાં મેનેજરશ્રીએ બેંકની પ્રવૃત્તિ થઈ અવગત કર્યા હતા. આ પ્રસંગે જાણીતા પત્રકાર અશોકભાઈ જોશી હાજર રહી આર્થિક યોગદાન આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here