ડિજિટલ સેવાસેતુનો મોટાપાયે લાભ લેવા આગ્રહ કરતા જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

જિલ્લાના ૧૫૬ ગામોમાં ડિજિટલ સેવાસેતુ કાર્યરત, ૧૦,૦૦૦થી વધુ લાભાર્થીઓને ફાયદો

જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જિલ્લાવાસીઓને અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોને ડિજિટલ સેવા સેતુનો મોટા પાયે લાભ લેવા અપીલ કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ દરમિયાન પણ સેવાસેતુનો લાભ મળતો રહે તે માટે સરકારશ્રીએ ડિજિટલ સેવાસેતુનો પ્રારંભ કર્યો છે અને જિલ્લાના ૧૫૬ ગામોમાં ડિજિટલ સેવાસેતુ કરવામાં આવી રહ્યા છે. આ નવીન અને પ્રશંસનીય પહેલના પગલે અત્યારસુધી જિલ્લાના ૧૦,૦૦૦થી વધુ લોકોએ ડિજિટલ સેવાસેતુનો લાભ લઈ ચુક્યા છે. હાલમાં કુલ ૩૬ સેવાઓને આ અંતર્ગત આવરી લેવાઈ છે. તેમણે જણાવ્યું હતું કે વિધવા પ્રમાણપત્ર, આવક અને ઉંમરનો દાખલો મેળવવા માટે ડિજિટલ સેવાસેતુની સેવાનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે અન્ય સેવાઓ માટે પણ ડિજિટલ સેવાસેતુનો ઉપયોગ કરવા જિલ્લાવાસીઓને આગ્રહ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here