બોડેલી તાલુકાના છત્રાલી ગામે આવેલ શ્રીમતી એલ વી ભક્ત વિદ્યાલયના ૫ વિદ્યાર્થીઓ એસજીએફઆઈ રમત સ્પર્ધામાં અવ્વલ…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના છત્રાલી ગામે આવેલ શ્રીમતી એલ વી ભક્ત વિદ્યાલયમાં અભ્યાસ કરતા ૫ વિદ્યાર્થીઓ રાઠવા નીરુબેન કનુભાઇએ લાંબીકૂદ અંડર ૧૯ માં પ્રથમ,રાઠવા કાગળીબેન કનુભાઈએ લાંબીકૂદ અંડર ૧૭ માં પ્રથમ,રાઠવા અજયભાઇ મહેન્દ્રભાઈ ૧૦૦ મીટર દૌડ અંડર ૧૪ માં દ્વિતીય,રાઠવા મુકેશભાઈ તનસીંગભાઇ લાંબીકૂદ અંડર ૧૭માં દ્વિતીય અને રાઠવા સકલાભાઇ બચલાભાઇ ૩૦૦૦ મીટર દૌડ અંડર ૧૯ માં દ્વિતીય નંબર કવાંટ ખાતે જિલ્લાની તમામ પ્રાથમિક,માધ્યમિક,ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓની જિલ્લા કક્ષાની એસજીએફઆઈ રમત સ્પર્ધામાં અવ્વલ નંબર પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે.આ તમામ વિજેતા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધા નડિયાદ અને ગોધરા ખાતે યોજાશે તેમાં ભાગ લેવા જશે.છત્રાલી શાળાના વિદ્યાર્થીઓએ જે સિદ્ધિ હાંસલ કરી છે તે બદલ શાળા ટ્રસ્ટી મંડળ અને શાળા આચાર્ય,શિક્ષક પરિવારે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here