છોટાઉદેપુર : મહારાષ્ટ્રમાંથી બોટમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી ગેરકાયદેસર રીતે નર્મદા નદી વાટે કવાંટના તુરખેડા ગામે લઈ જવાતો કુલ કિ.રૂ.૨,૬૮,૦૮૦/- નો મુદ્દામાલ પકડી પાડતી કવાંટ પોલીસ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરિક્ષક વડોદરા રેન્જ તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓની સુચના અને માર્ગદર્શન આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર વિ.એસ.ગાવિત છોટાઉદેપુર સર્કલ નાઓના સંકલનમાં રહી કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવ્રુતી નેસ્તનાબુદ કરવા તથા દારૂબંદીના કાયદાની કડક અમલવારી થાય તે સારૂ એ.ડી.ચૌહાણ પો.સ.ઇ. કવાંટ પોલીસ સ્ટેશન નાઓએ પોસ્ટે વિસ્તારમાં અંગત બાતમી દારો ઉભા કરેલ હતા જે બાતમીદારો થકી આજ રોજ પો.સ.ઇ. એ.ડી.ચૌહાણ નાઓને બાતમી હકીકત મળેલ કે રમેશભાઈ સીંગાભાઈ વસાવે રહે. અઠ્ઠી, ઉતરપાડા ફળીયુ તા. અક્રાણી જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્ર રાજ્ય નાનો તેની નાવડીમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી નર્મદા નદી વાટે તુરખેડા ગામના બુડણી ફળીયા નજીક નર્મદા નદીના કિનારે વેચાણ કરવા અર્થે લાવનાર છે જે મળેલ બાતમી આધારે આજ રોજ પો.સ.ઇ. એ.ડી.ચૌહાણ નાઓ સ્ટાફના માણસો સાથે ખાનગી વાહનો માં તુરખેડા ગામના બુડણી ફળીયામાં નર્મદા નદીના કિનારે જંગલ-ઝાડીમાં વોચ નાકાબંધીમાં ગોઠવાયેલ હતા જે દરમ્યાન બાતમી હકીકત મુજબ રમેશભાઈ સીંગાભાઈ વસાવે રહે. અઠ્ઠી, ઉતરપાડા ફળીયુ તા. અક્રાણી જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્ર રાજ્ય નાનો ઇંગ્લીશ દારૂ/બિયરનો જથ્થો ભરેલ તેની નાવડી લઈ આવતા તેને પકડી પાડવા સારૂ પોલીસ તેની તરફ જતા પોલીસ ને દુરથી જોઈ તે નદીમાં કુદી તરીને સામે કિનારે નીકળી ડુંગરાળ જંગલો વાળા વિસ્તારમાં નાશી ગયેલ હતો જે નાસી જનાર ઇસની નાવડીમાં જોતા તેની નાવડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ (૧) રોયલ બ્લુ મલ્ટ વ્હિસ્કી ૧૮૦ મીલીની કંપની શીલબંધ પ્લાસ્ટીકની બોટલો નંગ ૭૨૦ કિ.રૂ. ૭૨,૦૦૦/- તથા (૨) માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બિયર ૫૦૦ મીલીની કંપની શીલબંધ પતરાની ટીન નંગ ૩૮૪ કિ.રૂ.૪૬,૦૮૦/- મળી કુલ બોટલ નંગ ૧૧૦૪ કિ.રૂ. ૧,૧૮,૦૮૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા સદરી ઇંગ્લીશ દારૂ/બિયરની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ કેસરી કલરની હલેસાવાળી નાવડી- ૧ કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૨,૬૮,૦૮૦/- નો મુદ્દામાલ પકડી પાડી કવાંટ પો.સ્ટેમાં ગુનો રજી કરવામાં આવેલ છે. આમ કવાંટ પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોહીબીશનનો ગણના પાત્ર કેશ શોધી કાઢવામાં સફળતા મળેલ છે અને નાશી જનાર આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.
-:: વોન્ટેડ આરોપી::-
(૧) રમેશભાઈ સીંગાભાઈ વસાવે રહે. અઠ્ઠી, ઉતરપાડા ફળીયુ તા. અક્રાણી જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્ર રાજ્ય
-:: કબ્જે કરવામાં આવેલ પ્રોહી મુદામાલ તથા અન્ય મુદામાલ ::-
(૧)
રોયલ બ્લુ મલ્ટ વ્હિસ્કી ૧૮૦ મીલીની બોટલો નંગ ૭૨૦ કિ.રૂ. ૭૨,૦૦૦/-
(૨)
માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બિયર ૫૦૦ મીલીની ટીન નંગ ૩૮૪ કિ.રૂ.૪૬,૦૮૦/-
મળી કુલ બોટલ નંગ ૧૧૦૪ કિ.રૂ. ૧,૧૮,૦૮૦/- નો પ્રોહી મુદ્દામાલ
(૩)
ઇંગ્લીશ દારૂ/બિયરની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ કેસરી કલરની હલેસાવાળી નાવડી- ૧ કિ.રૂ. ૧,૫૦,૦૦૦/-
મળી કુલ કિ.રૂ. ૨,૬૮,૦૮૦/- નો મુદ્દામાલ
-:: સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/પોલીસ કર્મચારી ::-
(૧) એ.ડી.ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (૨) એ.એસ.આઇ. મીઠીયાભાઈ બલસીંગભાઈ (૩) વુ.હે.કો. સુમિત્રાબેન વજેસીંગભાઈ (૪) અ.હે.કો. કીરીટભાઈ મકનભાઈ (૫) પો.કો ભરતજી ભીખાજી (૬) પો.કો ભુરાભાઇ વીરદાસભાઇ તમામ નોકરી કવાંટ પોલીસ સ્ટેશન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here