ચલામલી બેન્ક ઓફ બરોડામાં તાત્કાલિક સ્ટાફ મુકવા બાબતે એટીવીટી સભ્યની સાંસદને રજૂઆત

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના ચલામલી ગામે બેન્ક ઓફ બરોડામાં સ્ટાફના અભાવે ખાતેદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.જેને લઈને બોડેલી એટીવીટી સભ્ય પરિમલ પટેલે છોટાઉદેપુર લોકસભા સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાને લેખિતમાં રજૂઆત કરી બેન્કના રિજિયોનલ હેડને સ્ટાફ બાબતે ઘટતું કરવાની રજૂઆત કરી છે.બોડેલી એટીવીટી સભ્યએ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં બેંકમાં ગરીબોના જનધન ખાતા કરોડોની સંખ્યામાં ખુલ્યા છે.જેનો લાભ જિલ્લામાં ગરીબો,વંચિતો,આદિવાસી ભાઈઓ,બહેનો અને વિદ્યાર્થીઓ લઇ રહ્યા છે.સરકારની કોઈ પણ યોજનાની રકમ ડીબીટી મારફતે લાભાર્થીઓના ખાતામાં જમા થાય છે.જેને લઈને લાભાર્થીઓ ખુશખુશાલ છે.બેંકમાં સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ખાતાઓની સંખ્યા વધી છે.પરંતુ કમનસીબે બેંકમાં કર્મચારીઓની સંખ્યા ન વધતા ગ્રામીણ બેંકોમાં ખાતેદાર લાભાર્થીઓએ પૈસાની લેવડદેવડમાં લાંબી કતારોમાં ઉભા રહેવાનો વારો આવે છે.આવા બનાવો મોટાભાગે ગ્રામીણક્ષેત્રોમાં જોવા મળે છે.આપણા સંસદીય વિસ્તારમાં આવેલ બોડેલી તાલુકાના ચલામલી ગામે બેન્ક ઓફ બરોડામાં સ્ટાફના અભાવે લોકો ધગધગતા તાપમાં બહાર રોડ પર બેન્કના સમય પહેલા ઉભા રહેવા મજબુર બન્યા છે.પૈસાની લેવડ દેવડમાં મોટા ભાગનો સમય બેન્કની લાંબી કતારોમાં પૂર્ણ થતા ખાતેદારો હેરાન પરેશાન થઇ ગયા છે.ખાતેદારો અને બેન્કના કર્મચારી વચ્ચે તું તું મેં મેં ના પણ બનાવો બની રહ્યા છે.બેન્કના ઇન્ચાર્જ મેનેજરને લાંબી લાંબી કતારો અંગે પૂછતા સ્ટાફની અછત હોવાનું કારણ જણાવે છે.સદર આપશ્રીને આ અંગે બેન્ક ઓફ બરોડાના રિજિયોનલ હેડને લેખિતમાં જાણ કરી ઘટતું કરવા જણાવવામાં આવ્યું છે.સાંસદ ગીતાબેન રાઠવાએ ખાતેદારોના હિતમાં જિલ્લા લીડ મેનેજરને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિ સ્ટાફની અછતને દૂર કરવા રજૂઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here