બોડેલી તાલુકાના ખોડીયા ગામ પાસે બે હાઇવા ટ્રકો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો

બોડેલી,(છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આ અકસ્માતમાં ટ્રકમાં સવાર ડ્રાઈવરને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બોડેલી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો . સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે . છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે . ખાસ કરીને વાત કરવામાં આવે તો છોટા ઉદેપુર જિલ્લામાં નેશનલ હાઈવે પર મોટા હેવી વાહનોના ગફલત ફર્યા ડ્રાઇવિંગના કારણે વારંવાર નાના – મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે વારંવાર સર્જાતા અકસ્માતોને અત્યાર સુધી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે આવો જ એક અકસ્માત આજે બોડેલી તાલુકાના ખોડીયા ગામ પાસે સર્જાયો હતો . ખોડીયા ગામ પાસે બે હાઈવા ટ્રકો સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો . અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ટ્રક ડ્રાઇવરને બહાર નીકળવામાં આવ્યો હતો . જે બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ટ્રક ડ્રાઇવરને બોડેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો . મળતી માહિતી મુજબ ડ્રાઈવર નાં બને પગ મા ગભિર ઈજા પહોચી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here