રાજપીપળા વિજ્ય સર્કલ (કાલાઘોડા) પાસે લેહરતો ધ્વજ છેલ્લાં એક મહિનાથી કેમ લેહરાતો નથી ??

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

એક વાર લેહરાવેલ રાષ્ટ્રિય ધ્વજ મહિના સુધી ના લેહરાવી અપમાન કર્યું હોવાની નર્મદા કલેક્ટર સહિત જીલ્લા પોલીસ વડા ને લેખિત રજુઆત

તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવાની NCC કેસેટ્સ કુલદીપ કાછિયા ની માંગ

રજવાડીનાગરી રાજપીપળા ના પ્રવેશ દ્વાર ઉપર જ આવેલા રાજપીપળા ના પુર્વ રાજવી સ્વ. વિજયસિંહજી ની પ્રતિમા પાસે રાજપીપળા નગરપાલિકા દ્વારા એક જાહેર કાર્યક્રમ યોજી રાષ્ટ્ર ભાવના ને પ્રબળ બનાવવા, રાષ્ટ્ર પ્રેમ ને ઉજાગર કરવા માટે એક વિશાળ સ્તંભ ઉપર રાષ્ટ્રિય ધ્વજ માન અને આદરથી સન્માન સાથે લેહરાવવામાં આવ્યો હતો, આ સ્તંભ હાલ ત્યાંનો ત્યાં જ છે પરંતું રાષ્ટ્રિય ધ્વજ એક મહિના થી સ્તંભ ઉપર દેખાતો અને લેહરાતો ના હોય નગરજનો મા અનેક જાતના તર્ક વિતર્કો વ્હેતા થયા છે.

નગર ના પ્રવેશ દ્વાર ઉપર જ લેહરાવવામાં આવેલ રાષ્ટ્રિય ધ્વજ છેલ્લાં એક મહિના થી સ્તંભ ઉપર દેખાતો જ નહોય ને રાજપીપળા ની ત્રીજી ઇંડોય રાષ્ટ્રિય કેડેટ કોર્પ્સ ના પુર્વ કેડેટ કાછિયા કુલદીપ પડમકાંત દ્વારા આ બાબત ની ગંભીર નોંધ લઈને સમગ્ર બનાવ ની લેખિત રજુઆત નર્મદા જીલ્લા કલેકટર સહિત જીલ્લા પોલીસ વડા તેમજ નગરપાલિકા સદસ્ય ને કરવામા આવી છે.

એન સી. સી. ના પુર્વ કેડેટ કાછિયા કુલદીપ દ્વારા નર્મદા જીલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા ને લેખીત રજુઆત કરતા જણાવાયું છે કે વિજ્ય સર્કલ ( કાલાઘોડા) પાસે લેહરાતો ધ્વજ કેમ ઉતારવામાં આવ્યો, રાષ્ટ્ર ધ્વજ ફરાવવામાં આવ્યો પછી મહિના સુધી ઉતારી લેવામા આવે જેને રાષ્ટ્ર ધ્વજ ના અપમાન રૂપ ગણાવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ કરવામા આવી છે.

વધું મા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા ને લેખીત રજુઆત કરી એમાં જણાવ્યું છે કે રાજપીપળા નગરપાલિકા ના પ્રમુખ ને પણ આ બાબતે જાણ કરતા નગરપાલિકા પ્રમુખે ધ્વજ ધોવા માટે આપ્યો હોવાનું તેઓ એ જણાવ્યું હતું. પરંતું ધ્વજ ધોવા માટે આપ્યો તો તેને ધોતા શું એક મહિના નો સમય લાગે?!
શું નગરપાલિકા ની આર્થિક પરિસ્થિતિ બીજો ધ્વજ ખરીદવાની નથી ??

ધ્વજ એક મહિના થી કેમ ઉતારી લેવાયો તપાસ નો વિષય

રાજપીપળા ના પ્રવેશ દ્વાર ઉપર લેહરાવવામાં આવેલ રાષ્ટ્રિય ધ્વજ ને છેલ્લાં એક મહિના થી ઉતારી લેવામા આવ્યો છે, ત્યારે ધ્વજ ધોવા માટે આપ્યો હોવાનું નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે,તો શું ધ્વજ ધોવા એક મહિના નો સમય લાગે નો પ્રશ્ન ઉઠી રહયો છે. થોડાક સમય પહેલા જે સ્તંભ ઉપર રાષ્ટ્રિય ધ્વજ લેહરાવવામાં આવ્યો હતો એ સ્તંભ ની નીચે તેના ફાઉન્ડેશન મા ભંગાણ પડ્યું હતું, અને સ્તંભ ની નીચે બોકદુ પડ્યું હતું , આ સમાચારો સમાચાર પત્રો મા પ્રસિદ્ધ પણ થયાં હતાં તો શું સ્તંભ નીચે થી કમજોર તો થયો નથી ને ??

જે કારણ હોય તે તેની યોગ્ય તપાસ થાય અને રાજપીપળા નગર ના પ્રવેશ દ્વાર ઉપર લેહરાવવામાં આવેલ રાષ્ટ્રિય ધ્વજ ફરી એકવાર લેહરાતો થાય એવી નગરજનો ની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here