બોડેલી ડભોઇ મેઈન રોડની બંને બાજુએ તંત્ર દ્વારા રેતી અને માટીની સફાઈ કરાવવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડલી ડભોઈરોડ પર નર્મદા કેનાલ પરના બ્રીજ ઉપર ઘણા સમયથી રેતી અને માટી ના ઠગ જામી ગયા હતા અહીંયા રેતીના વાહનો ચાલતા હોવાથી બ્રીજની બન્ને સાઈડ મોટા પ્રમાણમાં રેતી પડેલી જોવાતી હતી અને રેતીના થર જામી ગયા હતા વારવાર વિસ્તારના લોકો અને વાહનચાલકો દ્વારા જાણ કરવામાં આવતી હતી પણ તંત્ર કોઈ ધ્યાન ન કીધું હતું જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવવાના હોવાથી તંત્ર નિંદ્રામાંથી જાગી એવું લાગે છે ત્યારે આ સંતો દ્વારા સફાઈ ની કામગીરી જોતા લોકોમાં ચર્ચા પણ થતી રહી છોટાઉદેપુર જિલ્લો રેતીનો હબ ગણાતું અહીંયાંથી હજારો વાહન રેતી ભરેલા પસાર થાય છે ત્યારે રેતી ભરેલી ટ્રક પણ તાડપત્રી પણ મારવામાં આવતી નથી હકીકતથી આ કાયદો છે કે રેતી ભરેલા વાહનો ઉપર ફરજિયાત તાડપત્રી મારવી પણ પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી માટે રેતી ભરેલી ટ્રકો અને ફરજિયાત તાડપત્રી મારવા અમારી નમ્ર વિનંતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here