અરવલ્લી જિલ્લા ખાતે રાજ્યસભા સાંસદશ્રી નરહરિ અમીનની ઉપસ્થિતમાં યોજાયો ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૨-૨૩

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લી જિલ્લામાં મેળા દરમ્યાન ૩૧૩૨ લાભાર્થીઓએ લાભ મેળવ્યો અને કુલ લાભાર્થી ૩૭૫૪૯

ગરીબ કલ્યાણ મેળા ૨૦૨૨ અંતર્ગત તારીખ ૧૪-૧૫ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ રાજ્યમાં ૩૩ જિલ્લા કક્ષાના અને ચાર મહાનગરપાલિકા કક્ષાના મળી કુલ ૩૭ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.અરવલ્લી જિલ્લા ખાતે માનનીય રાજ્યસભા સાંસદશ્રી નરહરિ અમીનની ઉપસ્થિતીમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો.

આ કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો.નરેન્દ્રકુમાર મીનાએ સૌનું સ્વાગત કરતા જણાવ્યું કે અરવલ્લી જિલ્લા ખાતે ગરીબ કલ્યાણ મેળામાં તમામ લાભાર્થી સુધી સીધો લાભ પોહચે તેના માટે જિલ્લા તંત્ર અડીખમ છે.ગરીબ કલ્યાણ મેળાનો ઉદ્દેશ માત્ર સરકારી સહાય આપવાનો નથી પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી ગરીબ કલ્યાણ મેળા થકી ગરીબોના સશક્તિકરણનું આ મહાઅભિયાન છે.

રાજ્યસભા સાંસદશ્રી નરહરિ અમીને જણાવ્યું કે,તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગરીબ અને વંચિત લોકોને આર્થિક સશક્તિકરણ માટે 2009-10થી રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળા યોજવાની શરૂઆત કરવામાં આવી હતી.આજે અરવલ્લી જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કરોડોની સહાય આજે લાભાર્થીઓને મળશે.રાજ્ય સરકાર દ્વારા ગરીબોના ઉત્થાન માટે સર્વાંગી કલ્યાણકારી પગલાં લેવાઈ રહ્યા છે.વડાપ્રધાનશ્રીની મુહિમ આજે સફળ થઈ છે.બેંકમાં ખાતા ખુલવાનું કામ,જનધન યોજના,ખેડૂત સહાય, દરેક યોજનાનો લાભ દરેક સમાજને મળી રહ્યો છે.કોરોના સમયે આરોગ્યની સુવિધાઓ ઉભી કરવામાં આવી.નાગરિકોને પડતી અગવડતા નિવારવા માટે વહીવટી સરળતા ઉભી કરી છે. આવકના દાખલાની મુદત વધારવા, સોગંધનામામાંથી મુક્તિ સહિતની બાબતો તેના ઉદાહરણ છે. તેઓ આદિવાસી વિસ્તારોના વિકાસ માટે સતત ચિંતિત છે.

રાજ્યકક્ષાના કાર્યક્રમનું પંચમહાલ ખાતેથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું.
ગરીબ કલ્યાણ મેળાઓમાં ગરીબ વર્ગના લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ રોજગારી કરવા માટે સાધન સામગ્રી અને કીટ આપવામાં આવે છે..જેમાં સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને સાયકલ સહાય આપવામાં આવી. મહિલાઓને રોજગારી માટે સિલાઈ મશીન આપવામાં આવ્યા. મજૂર અને કારીગર વર્ગને વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલી કિટોનુ સીધું વિતરણ કરવામાં આવ્યું.વેંડર્સને વ્યવસાય કરવા માટે લારી સહિતની વસ્તુઓ આપવામાં આવી.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી કમલ શાહ, ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટરશ્રી આર. એન. કુચારા, અધિક નિવાસી કલેક્ટરશ્રી એન. ડી. પરમાર અને જિલ્લા પ્રમુખશ્રી લાલસિંહ ચૌહાણ તેમજ અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ, બહોળી સંખ્યામાં જનતા ઉપસ્થિત રહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here