AIMIM તરફે દાણીલીમડાના ઉમેદવાર કૌશિકાબેન પરમારને બદનામ કરવાના વ્યર્થ પ્રયાસમાં કાટ ખાયેલા કાળા ચમચાઓએ માનવતાને શર્મશાર કરી… લોકોમાં થું..થું ની ચર્ચાઓ…

અમદાવાદ, સાજીદ શેખ (ગોધરા) :-

અમદાવાદના મેયર કિરીટભાઈ પોતાની રાજકીય ઓળખને બાજુ પર મૂકી માનવતાની દ્રષ્ટિએ કૌશિકા બેનના પુત્રની તબિયત પુરશી કરવા હોસ્પિટલે પહોંચ્યા ત્યારે તેઓના ફોટા પાડી વાયરલ કરાયા

ચૂંટણીનો સમય છે જેથી આક્ષેપ પ્રત્યાક્ષેપ તો થવાના.. પરંતુ આટલી હલકી માનસિકતા રાખી મારા માસુમ દીકરાની બીમારીને રાજકીય હથકંડો બનાવવો એ કેટલી હદે યોગ્ય કહેવાય… : કૌશિકાબેન પરમાર

હાલ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, જેને ધ્યાને લઇ દરેક રાજકીય પક્ષો પોતાના વાયદા વચનો અને જનહિતના કાર્યોના ઘોષણપત્રો લોકો સમક્ષ લઈને જવાની તૈયારીમાં જોતરાઈ ગયા છે, જ્યારે આવા સમયે અમુક કાળા અંગ્રેજો સત્તાની લાલચમાં પોતાનું ભાન ભુલી બેઠા હોવાનો નગ્ન ચિતાર રજૂ કરી જાહેર જનતાને ફરી એકવાર છેતરવાની યુક્તિ ગોઠવી રહ્યા છે, પરંતુ આજના અત્યાધુનિક યુગની જનતા દરેક રીતે વાકેફ હોય એમ એ ચાલબાજોની તમામ ચાલોને પલભરમાં છતી કરી નાંખે છે જેથી એ કાળા અંગ્રેજોની શૈતાની માનસિકતામાં હડકંપ મચી જવા પામ્યો છે…

મળતી માહિતી મુજબ ગતરોજ અમદાવાદના સન્માન જનક નામને બદનામ કરનારા જુજ ગંધાતા કીડાઓએ AIMIM ના પ્રદેશ અધ્યક્ષ સાબિરભાઈ કાબલીવાલાની એક જન હિતાર્થેની મિટિંગને રાજકીય સ્વરૂપ આપી પોતાના ગંદા વિચારોની રાજ રમત રમી હતી પરંતુ ઉગતા સુરજે તેઓના જુઠનો પર્દાફાશ કરી દેતા ફરી એક વાર તેઓએ માનવતાને શર્મશાર કરે એવી હરકત કરતા દાણીલીમડા સહિત સમસ્ત અમદાવાદની જનતામાં થું.. થું ની લાગણી વ્યાપી છે..

થોડા સમય અગાઉ AIMIM અધ્યક્ષ ઔવેસી સાહેબે અમદાવાદની મુલાકાત દરમિયાન રાજ્યમાં યોજાનાર વિધાનસભાની ચૂંટીઓમાં AIMIM તરફે ત્રણ ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી, જેમાં અમદાવાદની જમાલપુર ખાડીયા બેઠક પરથી સાબિરભાઈ કાબલીવાલા અને દાણીલીમડા બેઠક પરથી કૌશિકા બેન પરમારના નામની જાહેરાત કરાઈ હતી.. હાલમાં આ બન્ને સીટ પર કોંગ્રેસના ઉમેદવારોનો કબ્જો છે પરંતુ જ્યારથી આ બન્ને બેઠક પર AIMIM એ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે ત્યારથી આ બન્ને મત વિસ્તારમાં રંગ બે રંગી પતંગો લહેરાવવા લાગી છે એટકે કે AIMIM ના નિસ્વાર્થ અને કાર્યશીલ ઉમેદવારોની બોલબાલા થવા લાગી છે.. જેથી બોખલાહટમાં ગરકાવ થઈ ગયેલા વિરોધીઓ AIMIM ના બન્ને ઉમેદવારોને બદનામ કરવાના અવનવા ષડયંત્રો રચી રહ્યા છે..

દાણીલીમડા બેઠકના AIMIM ના સંભવિત ઉમેદવાર કૌશિકાબેન પરમારનો માસુમ પુત્ર છેલ્લા પાંચ દિવસથી ડેન્ગ્યુની બીમારીથી પીડાતો હતો, જેથી વધુ સારવાર અર્થે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.. એક બહુચર્ચિત બડબોલા અને સમાજના દરેક સમુદાય સાથે સબંધ રાખનાર સમાજ સેવિકાનો પુત્ર બીમાર હોય અને તેને દવાખાને દાખલ કરવામાં આવ્યો હોય તો એ બાબતે વગર આમંત્રણે પણ સંબંધિત લોકો ખબર અંતર પૂછવા દોડી જતા હોય છે.. જેને અનુરૂપ કૌશિકા બેનના પુત્રની તબિયત જોવા દાણીલીમડા સહિત શહેરના અનેક વિસ્તારના લોકો હોસ્પિટલે પોહચી ગયા હતા..

પરંતુ ખુરસીની ખુસામદ કરનારા ચમચાઓની ઉંઘ હરામ થઈ હોવાથી તેઓ એક માસુમ બાળકની બીમાર અવસ્થાને પણ રાજકીય રંગ આપવામાં જરા પણ ના શરમાયા.. અને જ્યારે અમદાવાદના મેયર કિરીટભાઈ પોતાની રાજકીય ઓળખને બાજુ પર મૂકી માનવતાની દ્રષ્ટિએ કૌશિકા બેનના પુત્રની તબિયત પુરશી કરવા હોસ્પિટલે પહોંચ્યા ત્યારે તેઓના ફોટા પાડી તેમજ કૌશિકાબેન સાથે દવા સારવાર અર્થની વાતચીત કરતો વિડીઓ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો અને એ વિડીઓ સાથે લખાણ લખવામાં આવ્યું કે “દાણીલીમડા બેઠક પર કોંગ્રેસને કેવી રીતે હરાવી શકાય તેની સયુંકત વ્યૂહરચના ઘડી કાઢવા માટે ઓવેષિની પાર્ટી મજલીસનાં ઉમેદવાર કૌશિકા પરમાર અને ભાજપના નેતા કિરીટ ભાઈ વચ્ચે લબાંણપૂર્વક ચર્ચા થઈ તે વખતની લાક્ષણિક ઘડીઓ કેમેરામાં ઝડપાઈ ગઈ”

અમદાવાદ શહેરના કાટ ખાયેલા કાળા ચમચાઓએ જ્યારથી આ સફેદ જુઠની તસ્વીરો સાથેનો લખાણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે ત્યારથી દાણીલીમડા સહિત સમગ્ર અમદાવાદ શહેરના ચોક્કસ પાર્ટીના ચમચાઓ પર સભ્ય નાગરિકો દ્વારા શાબ્દિક એસિડનો વરસાદ વરસાવામાં આવી રહયો છે… પરંતુ આવી વાતોથી ટેવાયેલા કાળા અંગ્રેજોને લાજ શરમની ક્યાં ચિંતા છે…!! વર્ષો વરસથી ભાગલા પાડો અને રાજ કરોની નિતીએ રક્તરંજીત રાજરમત રમનારાઓને પ્રજાએ સરા જાહેર જાકારો આપી અનંતકાળ રૂપી શિક્ષા આપી છે તેમછતાં બાકી રહેલી આબરૂ સાચવવાની જગ્યાએ એક સેવાભાવી મહિલાના બીમાર બાળકના દુઃખદ ક્ષણોને રાજકીય રંગ આપી રહ્યા છે.. જેથી આવનાર ચૂંટીઓમાં જનતા એ કાટ ખાયેલા કાળા ચમચાઓની વધેલી ઘટેલી આબરૂને પણ સફાચટ કરી નાંખશની ચર્ચાઓ ચારેકોર ચર્ચાઈ રહી છે.

કૌશિકાબેન પરમાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ચૂંટણીનો સમય છે જેથી આક્ષેપ પ્રત્યાક્ષેપ તો થવાના.. પરંતુ આટલી હલકી માનસિકતા રાખી મારા માસુમ દીકરાની બીમારીને રાજકીય હથકંડો બનાવવો એ કેટલી હદે યોગ્ય કહેવાય… વિરોધીઓ પર દાણીલીમડાની જનતાએ વિશ્વાસ મૂકી મત આપ્યા હતા પરંતુ તેઓએ જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.. જનતાની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની વાત તો દુર રહી પરંતુ તેઓએ કોઈ દિવસે લોકો સમક્ષ જઈને જનતાની સમસ્યાઓને સાંભળી પણ નહતી.. અને હું હંમેશા જનતાની સાથે જનતાની વચ્ચે રહી છું, હું જ્યારે જનસંપર્કમાં જાઉં છું ત્યારે લોકટોળા ભેગા થઈ મારા માથે હાથ મૂકીને મને સરા જાહેર આશીર્વાદ આપતા હોય છે… અને એ તમામ ફોટો સહિતની વાતો સોશિયલ મીડિયામાં વહેતી થયા કરે છે જેથી ચમચાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે.. અને તેઓ આવી નિમ્નકક્ષાની હરકતો કરવા પર ઉતરી આવ્યા છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here