બોડેલી ક્ષત્રિય બારીયા યુવા સંગઠન દ્વારા રૂપાલાની ટીકીટ રદ કરવા મામલે બોડેલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી ક્ષત્રિય બારીયા યુવા સંગઠન દ્વારા રૂપાલાની ટીકીટ રદ કરવા મામલે બોડેલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ રાજકોટ લોકસભા બેઠક રૂપાલાની ટીકીટ રદ કરવામાં નહિ આવે તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ક્ષત્રિય બારીયા સમાજ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે ક્ષત્રિય રાજપૂત સમાજ સહિત ક્ષત્રિય બારીયા સમાજ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ક્ષત્રિય બારીયા યુવા સંગઠન દ્વારા બોડેલી મામલતદાર કચેરી આવી મામલતદારને રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય બારીયા સમાજની પણ લાગણી દુભાય તેવા વાણી વિલાસ કરી ક્ષત્રિયોને બદનામ કરવા ની કોશિશ કરતા રૂપાલાનુ ઉમેદવારીપત્ર રદ કરવા માટે નું આવેદનપત્ર બોડેલી ક્ષત્રિય બારીયા યુવા સંગઠન દ્વારા બોડેલીના મામલતદાર શેખને આપવામાં આવેલ હતુ હવે અન્ય સમાજો દ્વારા પણ રૂપાલા વિરુદ્ધ વિરોધનો સુર ઉઠવા પામ્યો છે (ફોટો વિગત): બોડેલી ક્ષત્રિય બારીયા યુવા સંગઠન દ્વારા બોડેલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ રુપાલા નો વીરોધ નો વંટોળ હવે ગામે ગામ ક્ષત્રિય સમાજ હવે પરષોત્તમ રૂપાલા ને હટાવવા મક્કમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here