બોડેલી તાલુકાના જબુગામ ખાતે હજરત ઉંમર સહિદ બાવા ની દરગાહ પર ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉર્સ મનાવવામાં આવ્યો

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ માં વર્ષો જૂની ઐતિહાસિક દરગાહ પર પરંપરા અનુસાર
9 એપ્રિલના રોજ ઉર્સ મનાવવામાં આવે છે જેને લઇ આજરોજ પણ બાવા ની દરગાહ પર ઉર્સ મનાવવામાં આવ્યું
દર વર્ષે ઉર્સ નિમિત્તે મોટા પ્રમાણમાં નીયાજ નો પ્રોગ્રામ રાખવામાં આવે છે
હાલ રમજાન મહિનો ચાલુ હોવાના કારણે ઉર્સ નિમિત્તે દરગાહ પર ઇફ્તાર પાર્ટીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ગામના લોકો ભેગા થઈ ઇફ્તારી કરી હતી
આ દરગાહ વર્ષો જૂની છે અહીં હિન્દુ મુસ્લિમ દરેક સમાજના લોકો ખૂબ જ શ્રદ્ધા સાથે અહીં આવે છે અને પોતાની મુરાદો પૂરી કરવા માટે દુઆ તથા પ્રાર્થના કરતા હોય છે
આમ ખૂબ જ અકીદાથી આજુબાજુના ગામના લોકો પણ ઉર્શમાં સામેલ થયા હતા અને ખૂબ જ હર્ષો ઉલ્લાસ સાથે ઉર્સ મનાવવામાં આવ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here