મોરબીમાં 23 મો સમૂહ લગ્ન હજરત બાવા અહેમદશા ગ્રુપ દ્વારા યોજાશે

મોરબી, આરીફ દીવાન :-

“51 હિન્દુ 51 મુસ્લિમ કોમી એકતાના પ્રતિક એક મંડપ નીચે દર વર્ષની જેમ નિકાહ અને મંગલ ફેરા ફરી પ્રભુતામાં પગલાં માંડશે”

મોરબી ખાતે વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી કોમી એકતાના પ્રતીક સર્વ ધર્મ સન્માન સાથે સર્વે સમાજમાં લોકપ્રિય સૈયદ અહેમદ હુસેનિયા બાપુ દ્વારા શરૂ કરવામાં આવેલા સમૂહ લગ્નનું આયોજન છેલ્લા 23 વર્ષથી રાબેતા મુજબ ચાલી રહ્યું છે જેમાં 51 હિન્દુ 51 મુસ્લિમ દુલ્હા દુલ્હનો એમ કુલ 102 જીવનસાથી પ્રભુતામાં પગલાં માંડી એક જ મંડપ નીચે કલમાની નિકાહ પઢાઈ છે અને હિન્દુ વિધિ ના મંત્રો સાથે મંગલ ફેરા સાધુ સંત ફકીરોની હાજરીમાં કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે રાજકીય સામાજિક સહિત સંસ્થાના અગ્રણીઓ આગેવાનો વિગેરે વિગેરે મહાનુભવો આ કોમી એકતાના ઉદાહરણ ભાગરૂપે યોજાતા સમૂહ લગ્નમાં મોટાભાગે હાજરી આપતા હોય છે અત્યારે હંગામી તારીખ 28 5 2023 ને રવિવારના રોજ બાવા અહેમદશા ગ્રુપ દ્વારા 23 માં સમૂહ લગ્નનું આયોજન સંસ્થા દ્વારા પૂર જોશમાં ચાલી રહી છે જેમાં જરૂરત મંદ દુલા દુલ્હન સમયસર તેના લગ્ન અંતર્ગત ફોર્મ મેળવી સમયસર જમા કરાવી દે તેમ એક અખબારી યાદીમાં જણાવ્યું છે ફોર્મ મેળવવા માટે સંપર્ક સેતુ 79 904 89 600 ઈકબાલભાઈ રાઠોડ સિપાઈ વાસ હાજી અહેમદ હુસેન બાપુ ની ઓફિસ મોરબી તેમજ મહેશભાઈ 98793 10 5 95 ડીલીટ હોટલ કે બી બેકરી ની બાજુમાં નેરુગેટ ચોક વિમલભાઈ 80000 00181 તેમજ બચુભાઈ ચાનિયા 98 2 56 45 8 44 પર સંપર્ક કરી વધુ વિગત પ્રાપ્ત કરી આ કોમી એકતાના સમૂહ લગ્નમાં સહભાગી થવા સંસ્થાના આયોજકો દ્વારા જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here