કલમ કી સરકારમાં અહેવાલ પ્રસારીત થતા તુરંત સાફ-સફાઈની કાર્યવાહી હાથ ધરી પરંતુબસ સ્ટેન્ડના બંધ ગેટ પાસે કચરાપેટી યથાવત

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલના બસ સ્ટેન્ડમાં કામચલાઉ રીતે બંધ કરેલ ગેટ પાસે ગંદકીની રેલમ છેલ અને રખડતા જાનવરોનું આશ્રયસ્થાન બની ગયું હોવાનો અહેવાલ ગઈકાલે એટલે કે મંગળવારે કલમ કી સરકાર માં પ્રસિદ્ધ થયો હતો જે અહેવાલને પગલે સ્થાનિક નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને આ બંધ દરવાજા પાસેની ગંદકીની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોઇ અગમ્ય કારણોસર આ ગેટ પાસે મૂકેલી બે કચરાપેટી હજુ સુધી હટાવવામાં આવી નથી તેથી આ કચરાપેટીમાં લોકો પોતાનું નકામો કચરો ફેંકી જવાની શક્યતાઓ છે. આ ઉપરાંત લોકો આ જગ્યાએ હજુ પણ પેશાબ કરતાં જોવા મળે છે.આ ઉપરાંત કાલોલ તથા ગોધરાની એસટીની વિભાગીય કચેરી કાલોલ એસટી સ્ટેન્ડ નો બંધ દરવાજો કયા કારણે હજુ સુધી ખોલતા નથી એ બાબત નું રહસ્ય અકબંધ છે શું એસટી સ્ટેન્ડ નો એક દરવાજો બંધ કરવાથી કોરોના કાબૂમાં આવી જશે ?આ દરવાજા ને બંધ કરવા પાછળ નો તર્ક સમજાય તેમ નથી. કે પછી ખાનગી વાહનોના માલિકોને પાર્કિંગ માટે છુપી સંમતિ આપી દીધી છે ? કાલોલ એસટી કંટ્રોલર તથા જવાબદાર અધિકારીઓ માઈક પર મોટે મોટેથી સૂચના આપે છે પરંતુ બસ સ્ટેન્ડના એક ખૂણામાં જાહેરમાં પેશાબ કરતાં લોકોને કેમ રોકતા નથી ત સંશોધન નો વિષય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here