બોડેલી અને છોટાઉદેપુરમાં બાળમજુરી કરાવતા લોકોને ત્યાં ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા રેડ કરવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

એક બાળ શ્રમિકને મુક્ત કરાવવામાં આવ્યુંઃ સંસ્થા સામે કાર્યવાહી છોટાઉદેપુર, તા.૨૧
છોટાઉદેપુર જીલ્લામાં બાળ શ્રમયોગી પ્રથા નાબુદી માટે જિલ્લા ટાસ્કફોર્સ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ કમિટી દ્વારા તા.૧૮-૦૪-૨૦૨૩ના રોજ બોડેલી અને છોટાઉદેપુર ખાતે રેડનું આયોજન કરવામાં આવેલ હતું. આવી તપાસ-રેડ દરમ્યાન ૧ બાળ મજુરને મુક્ત કરાવવામાં આવ્યું છે. બોડેલી તાલુકા ખાતે રેડ કરતાં જલારામ નાસ્તા હાઉસ નામની દુકાનમાં ૧ બાળ શ્રમિક પાસે કામ કરાવી રહી હતી. જે અનુસંધાને ટાસ્કફોર્સ સમિતિના સભ્યો દ્વારા પ્રાથમિક પૂછપરછ કરતાં તથા બાળકના ઉંમર વિષયક પુરાવા ધ્યાને લેતા, તે શ્રમિક બાળ મજૂર હોવાનું જણાઈ આવેલ હતું. આથી તે બાળકને બાળ મજુરીમાંથી મુક્ત કરી બાળ સંરક્ષણ ગૃહ છોટાઉદેપુર ખાતે સોપવામાં આવેલ છે, આ સમગ્ર કામગીરીમાં છોટાઉદેપુર જિલ્લાના સરકારી શ્રમ અધિકારીશ્રી મહેન્દ્રસિંહ એ. જાડેજા, નગરપાલિકા છોટાઉદેપુર તરફથી શ્રી વિજયભાઈ એન નાયકા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરફથી (બીટ નિરીક્ષક) શ્રી રાઠવા અરવિંદભાઈ કે, જિલ્લા સમાજ સુરક્ષા તરફથી રાઠવા ભૂરીબેન, જિલ્લા બાળ સુરક્ષા એકમ તરફથી રાઠવા કીનેરાભાઈ આર (૦.R.W), ચાઇલ્ડ લાઇન છોટાઉદેપુર તરફથી પરમાર ધર્મેશભાઈ, જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુર તરફથી અનિલભાઈ રાઠવા (પ્લેસમેન્ટ ઓફિસર) તથા પોલીસ સ્ટેશન તરફથી પરમાર દુર્ગેશભાઈ આ રેડની કાર્યવાહીમાં જોડાયા હતા. જલારામ નાસ્તા હાઉસના માલિક સામે બોડેલી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સરકારી શ્રમ અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here