ગોધરા ખાતે મેટરનલ ડેથ સર્વેલન્સ સમીક્ષા અને રિસ્પોન્સ કમિટીની બેઠક જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

અધ્યક્ષસ્થાનેથી દરેક સગર્ભા માતાનું ફોલોઅપ અને ફેસીલીટી બેઝ વર્બલ ઓટોપ્સી સમયસર મળી રહે તેવા સૂચનો કરાયા

પંચમહાલ જિલ્લા આરોગ્ય સોસાયટીની મેટરનલ ડેથ સર્વેલન્સ સમીક્ષા અને રિસ્પોન્સ કમિટીની બેઠક જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને ગોધરા, સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી.જેમાં માર્ચ ૨૦૨૩ અંતિતની માતા – બાળ મરણની સમીક્ષા કરાઈ હતી.

બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પંચમહાલે મિટિંગની કાર્યવાહી શરૂ કરી હતી.જિલ્લામાં ૧૮ ઓકટોબર ૨૦૨૨ અંતિત કુલ ૧૩ માતા મરણ અને ૧૭૮ બાળ મૃત્યુ
નોંધાયેલા હતા જે પૈકી ૬ માતા મરણ અને ૧૬ બાળમૃત્યની
અધ્યક્ષસ્થાનેથી સમીક્ષા કરાઈ હતી.

આ તકે જિલ્લા કલેકટરશ્રીએ સમીક્ષા કરતા જણાવ્યું હતું કે માઇગ્રેનવાળા દરેક સગર્ભા માતાની યાદી જે તે વિસ્તારના એમ.ઓ. તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી તથા બીજા જિલ્લામાં ગયેલ હોય તો ત્યાં જાણ કરવા સૂચના અપાઇ હતી. દરેક સગર્ભા માતાનું સમયસર ફોલોઅપ કરવામાં આવે,તાત્કાલિક રજીસ્ટ્રેશન થાય અને તેમનો બર્થ માઈક્રોપ્લાન બનાવી દરેક મેડિકલ ઓફિસરશ્રીએ તેમના પી.એચ.સી.માં થતી દરેક પ્રસુતિને ટ્રેક કરવાની રહેશે.જોખમી પ્રસુતિને સમયસર રીફર કરવાની જવાબદારી મેડિકલ ઓફિસરશ્રીની રહેશે.આ સાથે સમયસર હોસ્પિટલ ન પહોંચવાને કારણે થતા મરણમાં મેડિકલ ઓફિસરશ્રી પર કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના અપાઈ હતી.

બાળ મરણને લઈને અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે દરેક પી.એચ.સી.માંથી સમયસર બાળ મરણ અને માતા મરણની ફેસિલિટી બેઝ વર્બલ ઓટોપ્સી મળી રહે તે માટે સૂચના અપાઈ હતી.આશાબહેનોની એચ.બી.એન.સી વિઝિટ સ્ટ્રેનધ કરી કેટલી વિઝિટ કરી તે ક્રોસ ચેક કરવા પણ સૂચના અપાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ચૌધરી સહિત આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ તથા સબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here