બોડેલીની કુબેરનગર સોસાયટીમાં વગર ચોમાસે વવરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલીમાં આવેલ કુબેરનગર સોસાયટીમાં પીવાના પાણીની લાઈનનું ભંગાણપડતા હજારો લિટર પીવાનું પાણી વેડફાયું હતું આ પીવાના પાણીની લાઈન નું પ્રેશર ના કારણે ઊંચા ઊંચા ફુવારા પણ ઉડ્યા હતા સમગ્ર સોસાયટી સહિત આજુબાજુ વિસ્તારમાં રોડ પર પાણી ભરી વળ્યા હતા ત્યારે વરસાદી માહોલ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા બોડેલીમાં ગઈકાલે સવારે કુબેર નગર સોસાયટીમાં આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું હતું જેમાં પીવાની પાણીની લાઈનમાં ભંગાણ ના કારણે શુદ્ધ પીવાના પાણીનો પુષ્કળ પ્રમાણમાં બગાડ થયો હતો સ્થાનિક લોકોનું કેવું છે કે ઊંચા ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા અને સોસાયટીમાં જાને ભર ચોમાસા ની નદી આવી હોય તેવું પાણી વહેતું જોવા મળ્યું હતું બે દિવસથી પાણીની લાઈન લીકેજ હોવા છતાંય વહીવટ તંત્ર દ્વારા કોઈ મરામત માટે આવ્યું ન હતું જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ક્યારે વહીવટ તંત્ર દ્વારા વહેલી તકે પાણીની લાઈનનું રીપેરીંગ કામ કરાય તેવી રહીશો ઇચ્છી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here