છોટાઉદેપુર : લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘેલવાંટ પાસે રોડ ઉપરથી મહેન્દ્રા XUV ગાડીમાં ભરી લઇ જવાતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ કિ.રુ.૧,૮૫,૧૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યા

છોટાઉદેપુર, આરીફ પઠાણ :-

શ્રી એમ.એસ.ભરાડા ઇન્ચા.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ નાઓ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ….. જે અન્વયે શ્રી એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓેને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુંસંધાને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન હકીકત મળેલ કે એક સફેદ કલરની એકસ્યુવી ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી મધ્યપ્રદેશ થી છોટાઉદેપુર તરફ આવી રહેલ છે તેવી બાતમી આધારે ઘેલવાંટ ગામે નાકાબંધી કરી બાતમી મુજબની મહેન્દ્રા XUV ગાડી આવતા કોર્ડન કરી પકડી પાડી ગાડીમાં તપાસ કરતા તેમા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવતા એકસ્યુવી ગાડીના ચાલક વિરૂધ્ધ છોટાઉદેપુર પો.સ્ટે.માં પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધાવામાં આવેલ છે.
કબ્જે કરવામાં આવેલ પ્રોહી મુદામાલ
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ નં.૧૩૦૮ કિ.રૂ.૧,૮૫,૧૦૦/-
(૨) મહિન્દ્રા કંપનીની XUV ગાડી MP-09-CM-4553ની કિ.રૂ. કિ.રૂ.૫,૦૦,૦૦૦/-કુલ કિ.રૂ.૬,૮૫,૧૦૦/-
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧)શ્રી એચ.એચ.રાઉલજી ઇન્ચા.પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર (૨) હે.કો. વિજયકુમાર કનુભાઇ બ.નં. ૩૮૧ (૩) હે.કો સાજનભાઇ કાજમભાઇ બ.નં. ૯૫૪ (૪) હે.કો. વ્રજેશભાઇ રમેશચંદ્ર બ.નં.૯૦૦ (૫) હે.કો. વિમલભાઇ શરદભાઇ બ.નં.૧૨૧ (૬) હે.કો. લાખનસિંહ કરણસિંહ બ.નં.૪૦૪ (૭) હે.કો. સુભાષભાઇ કનુભાઇ બ.નં.૧૬૦ (૮) હે.કો હિતેશભાઇ અશોકભાઇ બ.નં-૪૨૨ (૯) હે.કો કહળસંગ બુટાભાઇ બ.નં-૩૧૦ (૧૦) હે.કો જશંવતસિંહ પ્રતાપસિંહ બ.નં-૮૨૯ (૧૧) પો.કો વિપુલભાઇ રસુભાઇ બ.નં-૧૫૬ તથા તમામ એલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here