ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-
ડભોઇ તાલુકાના કરનાળી-પીપળીયામાં કાર્યરત હેપી ફેસીસ ફાઉન્ડેશનના પાંચ વર્ષ પૂર્ણ થતા હોય સંતો મહંતો અને અધિકારીઓ હાજરીમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી
ડભોઇ તાલુકાના કરનાળી-પીપળીયા ખાતે રીટાબેન ભગત ના સંચાલન હેઠળ હેપ્પી ફેસીસ ફાઉન્ડેશન સંસ્થા, મહિલાઓ પગભર બને તેવા શુભ ઉદ્દેશ્ય થી કાર્યરત છે સંસ્થામાં કેળાના પાન, કેળાના થડ સહિતની ચીજ વસ્તુઓ માંથી એન્વાયરમેન્ટ ફ્રી, હાથ બનાવટની અલગ અલગ પ્રોડક્ટ નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે છે ત્યારે આજે આ સંસ્થાનો પાંચમા વર્ષમાં પ્રવેશ થતો હોય પરિંદુ ભગતના વડપણ હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવણી કરાઈ હતી જે પ્રસંગે ડભોઇ ના પ્રાંત અધિકારી, ડીવાયએસપી આકાશ પટેલ, મૈયા મીંરા પુરીજી, સ્વામી વસંતાનંદજી, સ્વામી દિનેશગીરી મહારાજ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા શાળાની બાળાઓ તેમજ સંસ્થામાં કાર્યરત બહેનોએ નર્મદા પ્રાર્થના તેમજ ગુજરાતી ગરબા ની કૃતિ રજૂ કરી ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત -અભિવાદન કર્યું હતું