સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા જળ પ્રદૂષણ નિયંત્રણ સંદેશ ચિત્ર સ્પર્ધા યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ જળ એ જ જીવન છે જળ પ્રદૂષણ નિયંત્રણ ચિત્ર દોરી અનોખી રીતે સંદેશો આપ્યો છે
દિવાળી વેકેશન દરમિયાન સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે આજે રોજ ધોરણ 01 થી 05 ના ફુલ અને પતંગિયું સુંદર રંગપુર્ણી કરી હતી અને ધોરણ 06 થી 10 માટે જળ પ્રદૂષણ નિયંત્રણ ચિત્ર દોરી અનોખી રીતે સંદેશો આપ્યો હતો લોકો જળને પ્રદુષિત કરતા હોય છે તળાવ, કુવા, નહેરો, અને નદીઓમાં લોકો ઢગલાબંધ કચરો નાખી જળ પ્રદૂષણ ફેલાવતા હોય છે તે હેતુથી જળ કેવી રીતે પ્રદુષિત ન થાય અને તેને અટકાવી શકાય તેવા સંજોગોમાં શું કરવું જોઈએ તે માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ તમામ બાળકોએ જળ નિયંત્રણ ચિત્ર દોરી અનોખી રીતે સંદેશો ભારતનાં દરેક બાળકો, મહિલાઓ, વડીલો અને વિદ્યાર્થીઓને વગેરેને જાગૃત કરવા માટે એક સંદેશો આપ્યો હતો
સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા ચિત્ર સ્પર્ધા યોજાઈ છે એમાંથી ઘોરણ 01 થી 05 પાંચ વિજેતા અને ધોરણ 06 થી 10 માટે પણ પાંચ વિજેતાઓ જાહેર કરવામાં આવશે જે વિજેતા જાહેર થશે તેને પ્રમાણપત્ર અને ગીફટ આપી સન્માન કરવામાં આવશે. શિક્ષકશ્રી ઈમરાન સાહેબ તથા સ્થાનિક લોકોએ અભિનંદન પાઠવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here