બોડેલીના મોટીઉંન ગ્રામજનોએ ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાને પાંચ મુદ્દાઓનું આવેદનપત્ર આપ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના મોટીઉંન ગામના ગ્રામજનોએ પોતાના મત વિસ્તાર પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાને પાંચ મુદ્દાઓનું આવેદનપત્ર આપ્યું હતું.આ પાંચ મુદ્દાઓમાં વર્ષ ૧૯૫૬ માં બનેલ હેરણ જળાશયની જર્જરિત અને તૂટેલી કેનાલો,નાળાઓ,નાના પુલોનું નવીનીકરણ કરવા અંગે રજૂઆત કરી હતી.ગ્રામજનોએ ધારાસભ્યને હેરણ જળાશય યોજનાની કેનાલોનું સમારકામ માટે સરકારે ફાળવેલ રકમથી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતથી આ કામ હેરણ જળાશય કમાન્ડની જ્યાંથી શરૂઆત થાય છે ત્યાંથી સમારકામ શરુ ન કરી વચ્ચેથી કામ શરુ કર્યાની રજૂઆત ગ્રામજનોએ ધારાસભ્યને કરી છે.કોસીંદ્રા ચલામલી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બસના જુના રૂટો શરુ કરવા અંગે,રાજવાસના આડબંધનું અપગ્રેડેશન કરી ૧૫૭ જેટલા ગામોને સિંચાઈનો લાભ આપવા અંગે,નલ સે જલ યોજનાનો લાભ આપવા અંગે,આંગણવાડીનું નવીન મકાન બનાવવા અંગે,નાનીઉનથી મોટીઉંન નો રસ્તો બનાવવા અંગે,હેરણ નદી કિનારે આવેલ ભેખડોનું ધોવાણ અટકાવવા સૌરક્ષણ દીવાલ બનાવવા અંગેનું આવેદનપત્ર પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાને રજૂઆત સાથે આપવામાં આવ્યું હતું.ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ મોટીઉંન ગ્રામજનોએ આવેદનપત્રમાં રજુ કરેલ તમામ મુદ્દાઓને નિકાલ કરવાની હૈયા ધારણા સાથે કામ કરવા અંગે ખાતરી આપેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here