કેજરીવાલ ને સુપ્રિમ કોર્ટ ની સુપ્રિમ રાહત.. 1 જુન સુઘી મળ્યા જામીન

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

49 દિવસ જેલ મા વિતાવ્યા બાદ દિલ્હી ના મુખ્યમંત્રી જેલ ની બહાર આવસે

લોકસભા ચુંટણી ના પ્રચાર કરવા માટે અદાલતનો કોઈ પ્રતિબંધ નહી

દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ
કેજરીવાલને મોટી રાહત મળી છે , 1 એપ્રિલથી જેલમાં બંધ કેજરીવાલ
તિહાડ જેલમાંથી બહાર આવશે. કેજરીવાલ ને
સુપ્રીમકોર્ટ દ્વારા વચગાળાના જામીન મંજૂર કર્યા છે.
દિલ્હી લીકર પોલિસી સ્કેમ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ મામલે દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મળશે કે નહી તેને લઇને સુપ્રિમ કોર્ટ નિર્ણય સંભળાવ્યો. છે. કેજરીવાલને 1 જૂન સુધીના વચગાળાના જામીન મળ્યા છે. એટલે કે કેજરીવાલ 49 દિવસ પછી જેલમાંથી બહાર આવશે.

સુપ્રીમ કોર્ટે આજરોજ શુક્રવારે કેજરીવાલને વચગાળાના જામીન આપી દીધા છે. પાછલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે એ વાતના સંકેત આપી દીધા હતા. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપી દીધા છે. કોર્ટે કેજરીવાલને 2 જૂને સરેન્ડર કરવાનું કહ્યું છે.

આ અગાઉ ગુરુવારે ઈડી એ તેમના જામીનનો વિરોધ કર્યો હતો. ઈડીએ કહ્યું હતું કે, સામાન્ય નાગરિકની તુલનામાં એક રાજનેતા કોઈ વિશેષાધિકારનો દાવો કરી શકતો નથી. ગુન્હો કરવા પર તેમને કોઈ અન્ય નાગરિકની માફક જ ધરપકડ કરવામાં આવે છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની પીઠે કહ્યું કે, કથિત રીતે આબકારી નીતિ કૌભાંડ સાથે જોડાયેલ મની લોન્ડ્રીંગ મામલામાં ધરપકડ કેજરીવાલને 2 જૂને આત્મસમર્પણ કરવાનું રહેશે અને જેલ પાછા જવું પડશે.

સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનું સિઁધવીએ કોર્ટને અનુરોધ કર્યો કે, દિલ્હીના મુખ્યમંત્રી 4 જૂને વોટની ગણતરીના એક દિવસ બાદ 5 જૂન સુધી વચગાળાના જામીન આપી દેવામા આવે. તેના પર સુપ્રીમ કોર્ટ જજે કહ્યું કે, નહીં…નહીં. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની એ અરજી પર સુનાવણી કરી રહી છે, જેમાં તેમની ધરપકડને યથાવત રાખવાના દિલ્હી હાઈકોર્ટના પાછલા મહિનાના નિર્ણયને પડકાર આપ્યો છે.

આ કેસ દિલ્હી સરકારની 2021-22 માટે હવે રદ કરવામાં આવેલી આબકારી નીતિ બનાવવા અને તેને લાગૂ કરવામાં કથિત રીતે ભ્રષ્ટાચાર અને મની લોન્ડ્રીંગથી સંબંધિત છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની 21 માર્ચે ઈ ડી એ ધરપકડ કરી હતી.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં ઇ ડી ની દલીલ સામે કહ્યું હતું કે કેજરીવાલ એ દિલ્હીના ચૂંટાયેલા મુખ્યમંત્રી છે કોઈ રીઢો ગુનેગાર નથી, ચૂંટણી નજીકમાં છે અને દિલ્હી મુખ્યમંત્રી માટે આ એક અસાધારણ ઘટના છે એમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here