ગળતેશ્વર તાલુકાના વાડદ ગામ ખાતે સર્જીકલ રોગોના દર્દીઓ માટે મફત નિદાન કેમ્પ રાખવામાં આવ્યું

ગળતેશ્વર, ઇમરાન પઠાણ (શહેરા) :-

જામા મસ્જિદ ટ્રસ્ટ વાડદ. શેખ સમાજ વાડદ અને ઠાસરા ગળતેશ્વર તાલુકાના શેખ સમાજના સંયુક્ત ઉપક્રમે વિશ્વા સર્જીકલ હોસ્પિટલ ઉમરેઠના સહયોગથી કેમ્પ યોજાયો

ગળતેશ્વર તાલુકાના વાડદ ગામ ખાતે જામા મસ્જિદ ટ્રસ્ટ વાડદ. શેખ સમાજ વાડદ અને ઠાસરા ગળતેશ્વર તાલુકાના શેખ સમાજના સંયુક્ત ઉપક્રમે વિશ્વા સર્જીકલ હોસ્પિટલ ઉમરેઠના સહયોગથી સર્જીકલ રોગોના દર્દીઓ માટે મફત નિદાન કેમ્પ રાખવામાં આવ્યું હતું. જેમાં વિશ્વા સર્જીકલ હોસ્પિટલ પરિવારના ડૉ. નરેન્દ્ર પ્રજાપતિ (એમ.એસ. જનરલ સર્જન) તથા તેમના સ્ટાફ દ્વારા તમામ સર્જીકલ રોગોના દર્દીઓની તપાસ ચેકઅપ કરી મફત નિદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વાડદ તથા આજુ-બાજુના ગામોમાંથી તમામ ધર્મના લોકો હિન્દુ મુસ્લિમ ભાઈઓએ આ કેમ્પમાં ભાગ લઈ કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા સિવાય આ કેમ્પમાં આવેલ તમામ લોકોનું મફતમાં ચેકઅપ કરી. દવા ગોળી ફ્રીમાં આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકોએ આ ફ્રી મફત કેમ્પનું લાભ લીધો હતો. આ કેમ્પ ને સફળ બનાવવા વાડદ શેખ સમાજના પ્રમુખ ગુલામ મયુદ્દીન મિયા શેખ (દુબઈ વાળા) ડૉ. અનસ શેખ (રાહત ક્લિનિક) શેખ સમાજના ઠાસરા ગળતેશ્વર તાલુકાના પ્રમુખ મહેબૂબ મિયા શેખ (અંગાડી વાળા) સામાજિક કાર્યકર યાસીન મિયાં શેખ. ઈકબાલ મિયા શેખ. નિવૃત્ત નાયબ મામલતદાર એચ. આર. શેખ. આસિફ હુસેન શેખ (માસ્તર) આરીફ ભાઈ શેખ. ઇમ્તિયાઝ મિયા શેખ. તથા વાડદ શેખ સમાજના યુવાનો. વડીલો અને ગામ લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here