લોકસભા ચૂંટણીનું પરિણામ આવતા જ ગુજરાતમાં સરકાર અને સંગઠનમાં ફેરફાર થવાની શક્યતાઓ ???

રાજપીપળા, (નર્મદા)આશિક પઠાણ :-

પ્રધાનમંડળ સહિત ભાજપા પ્રદેશ કક્ષાના સંગઠન જિલ્લા કક્ષાના સંગઠનમાં અનેક ફેરફારોની શક્યતાઓ ને નકારી શકાય નહીં

એક સમયની ભારતીય જનતા પાર્ટી કે જેને શિસ્તના ભોગે કંઇ ન ખપે !!! એ પ્રકારની પાર્ટીની છબી હાલ લોકસભાની ચૂંટણી ઓ ના સમયે શિસ્તના મામલામાં ખરડાય છે, ત્યારે ખરડાયેલી છબીને પુન સ્થાપિત કરવા માટે ગુજરાત સરકાર મંત્રીમંડળનું વિસ્તરણ કરશે લોકસભાની ચૂંટણીઓના પરિણામના આધારે ઝોનવાઇઝ મંત્રી પદ અપાશે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સહિત જિલ્લા કક્ષાના સંગઠનમાં પણ મોટા ફેરફારો નકકી જ બનાવી રહ્યા છે.

લોકસભાનીચૂંટણીમાંગુજરાતમાં ઘટેલી મતદાનની ટકાવારી એ સત્તાધારી પક્ષ ભાજપ માં ચિંતાનું વાતાવરણ ઉભુ કરી દીધુંછે. તમામ બેઠકો પાંચ લાખની લીડથી જીતવાની વાત હવે એકબાજુ રહી ગઇછે. હવે જીત મહત્વપૂર્ણ બનીજવા પામીછે. આગામી 4 જુન લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ સરકાર અને સંગઠનમાં ભાજપ હાઇકમાન્ડ ધરખમ ફેરફાર કરે તેવી સંભાવના પ્રબળ બની જવા પામી છે .

ગુજરાત માં લોકસભા ની છેલ્લી બે ચૂંટણી થી ભાજપ તમામ 26 બેઠકો જીતી રહ્યું છે. સતત ત્રીજી વખત કિલનશીપ કરવા માટે ભાજપ સામે કોઇ પડકાર નહતો પરંતુ ઉમેદવારો અને ભાજપ ના નેતાઓના બગડેલા બોલ ના કારણે વાતાવરણ બગડયું હતું. તમામ બેઠકો આસાનીથી ભાજપ જીતી જશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ હવે ત્રણ–ચાર બેઠકો પર ભાજપ માટે પડકાર ઉભો થયોછે.

ભાજપા નું સંગઠન પણ પોતાની તાકાત બતાવવામાં નિષ્ફળ રહ્યુંહતું. પેજ સમિતી અને પેજ પ્રમુખ માત્ર કાગળ પરજ સજીવન રહ્યા હતા. સંગઠન મતદાનની ટકાવારી વધારવા સહિતની કામગીરી માં નિષ્ફળ રહ્યું હતું. અનેક જગ્યાએ ભાજપના નેતાઓ એ પક્ષમાં રહી પક્ષને નુકશાન પહોચાડવાનું કામ કર્યુ હતું.
રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પરષોતમભાઇ રૂપાલા એ રાજારજવાડા અંગે કરેલી ટીપ્પણીથી ક્ષત્રીય સમાજ માં રાજય ભરમાં રોષ ફાટી નીકળ્યો હતો. ઓછા મતદાને ભાજપ ની ચિંતા વધારી દીધી છે. હવે 4 થી જુન અર્થાત લોકસભાની ચૂંટણી ના પરિણામના દિવસ ની રાહ જોવામાં આવી રહીછે. જો પરિણામ વિપરિત આવશે તો સરકાર અને સંગઠન માં ઘડમુળથી ફેરફાર કરવામાં આવશે ની પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે. પરિણામ ભાજપ તરફી રહેશે અને ધારી લીડ નહી મળે તોપણ હાઇકમાન્ડ ગાજઉતારશે એ નક્કી હોવાનુ રાજકિય પંડિતો માની રહ્યા છે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ ની મુદત ઘણા સમય થી પૂર્ણ થઇ જવા પામી છે. લોકસભા ની ચૂંટણી ના પરિણામો બાદ નવા પ્રદેશ અઘ્યક્ષ આવશે તે નિશ્ર્ચીત છે.

આ ઉપરાંત આખુ સંગઠન માળખુ પણ નવુંજ હશે. જેમાં પક્ષ માટે પરસેવો પાડનારાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. તાલુકા કક્ષાથી લઇ પ્રદેશ કક્ષા સુધી સંગઠન માં મોટા ફેરફાર કરવામાં આવશે ને નકારી શકાય નહી. આ ઉપરાંત હાલ સરકાર પણ માત્ર 17 સભ્યોના મંત્રી મંડળ થી ચલાવવામાં આવી રહી છે. મોટા ભાગના મંત્રીઓ પર કામનું ભારણ હોવાથી તેઓ સારુ પર્ફોમન્સ આપી શકયાનથી ચુંટણી પરિણામ બાદ સરકાર માં પણ મોટા ફેરફારના એંધાણ મળી રહ્યા છે. જે મંત્રીઓના મતક્ષેત્ર માંથી ભાજપના ઉમેદવારોને લીડનહી મળે અથવા ધાર્યા કરતા ઓછી મળશે.

તેઓને ઘેર બેસાડી દેવામાં આવશે. જયાંથી લીડ વધુ નીકળશે તેને વધુ મહત્વbઆપવામાં આવશે.

તાલુકા કક્ષાથી લઇ પ્રદેશ કક્ષા સુધી સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવશે, નું રાજકીય વર્તુળો મા ચર્ચાસ્પદ બન્યુ છે, આ ઉપરાંત હાલ સરકાર પણ માત્ર 17 સભ્યોના મંત્રી મંડળ થી ચલાવવામાં આવી રહીછે. મોટા ભાગના મંત્રીઓ પર કામનું ભારણ હોવાથી તેઓ સારુ પર્ફોમન્સ આપી શકયા નથી ચુંટણી પરિણામ બાદ સરકાર માં પણ મોટા ફેરફારના એંધાણ મળી રહ્યા છે. જે મંત્રી ઓના મતક્ષેત્ર માંથી ભાજપ ના ઉમેદવારોને લીડ નહી મળે અથવા ધાર્યા કરતા ઓછી મળશે.

તેઓને ઘેર બેસાડી દેવામાં આવશે. જયાંથી લીડ વધુ નીકળશે તેને વધુ મહત્વ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here