પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાના જન્મ દિવસની અનોખી ઉજવણી

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

પ્રશંસકોએ તેઓના વતન સુંદરપરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજીને રકતદાન કરી પોતાના નેતાના જન્મદિવસની ઉજવણી કરી

રાજકીય નેતાઓને એક નવી મિસાલ પુરુ પાડતું રાજપીપળાનુ મીત ગૃપ

પ્રદેશ કોંગ્રેસ સમિતિના ના મહામંત્રી હરેશ વસાવાના જન્મ દિવસની અનોખી રીતે તેઓના પ્રશંસકોએ ઉજવણી કરી હતી. રાજપીપળાના સેવાભાવી મિત ગ્રુપ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે મીત ગ્રુપ દ્વારા કોઈ પણ જરૂરીયાત મંદને જ્યારે લોહીની જરૂર પડે ત્યારે લોહીની વ્યવસ્થા કરી આપવામાં આ ગૃપ હંમેશા તત્પરતા દાખવતા હોય છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાના જન્મ દિવસ નિમિત્તે મિત ગ્રુપ દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

નાંદોદ તાલુકાના સુંદરપુરા સરકારી હાઈસ્કુલ પાસે મિત ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં યુવાનો એ બ્લડ ડોનેટ કર્યું હતું. જોકે અત્યાર સુધી મીત ગ્રુપ દ્વારા 4 બ્લડ કેમ્પ કરવામાં આવ્યા જેમાં અત્યાર સુધી જરૂરિયાતમંદોને છેલ્લા 6 વર્ષ દરમિયાન લગભગ 2500 થી વધુ યુનિટ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પરંતુ આ ગૃપ હરેશ વસાવાના પ્રશંસકો માનુ એક હોયને જન્મદિનની અનોખી ઉજવણી કરવાનું નક્કી કર્યું હોય ને બ્લડ કેમ્પનુ આયોજન કરી કોરોના મહામારીમા જયાંરે લોહીની ભારે અછત વર્તાઇ રહી છે તેવાં સમયે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here