રાજપીપળા ખાતેની રાજરોક્ષી ટોકિઝ પાસે અજાણ્યા ઇસમ નો પાકીટ પડી જતાં ટ્રાફિક બ્રિગેડના જવાને પરત કર્યુ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળા ખાતે ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનની પ્રમાણિકતાનો કિસ્સો પ્રકાશમા આવ્યો, પાકીટમાં હતા હજારો રુપિયા એટીએમ કાર્ડ

રાજપીપળા નગરમા વિવિઘ ટ્રાફિક પોઇન્ટ ઉપર ફરજ માટે તૈનાત કરવામાં આવેલા ટ્રાફિક બ્રિગેડના જવાનની ઇમાનદારીનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. રાજરોક્ષી ટોકિઝ પાસેથી પસાર થતા એક ઇસમનો પાકીટ માર્ગ ઉપર પડી જતા તેને પરત કરી ઇમાનદારીની ઉમદા મિસાલનો ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડયું હતું.

રાજપીપળા નગરમા રાતદિવસ ધમધમતા રહેતા રાજરોક્ષી ટોકિઝ પાસેના ચાર રસ્તે ટ્રાફીક બ્રિગેડના જવાનો વાસુદેવભાઈ માછી અને ભદ્રેશ વસાવા નાઓ પોતાની ફરજ ઉપર તેનાત હતા ત્યારે એક મોટરસાઈકલ પસાર થતા તેના ચાલકના ખિસ્સા માંથી હજારો રુપિયા મુકેલ અને બેંકના ક્રેડીટ કાર્ડ સહિતના અન્ય ડોકયુમેન્ટ વાળુ પાકીટ રસ્તા ઉપર પડી ગયુ હતુ. જે પાકીટ ઉપર ફરજ ઉપર તેનાત ટ્રાફિક બ્રિગેડના જવાનની નજર પડતા તેણે આ પાકીટ રસ્તા માથી ઉઠાવી તેની તપાસ કરતાં તેમા રુપિયા સહિત બેંકના એ ટી એમ કાર્ડ સહિતના ડોકયુમેન્ટ મળી આવ્યા હતા.

ટ્રાફિક બ્રિગેડના જવાને આ પાકીટમા માલિકની શોધખોળ શરૂ કરી હતી ત્યારે કલાક રહીને પોતાના ખોવાયેલા પાકીટની શોધખોળમા માલિક પણ આવ્યા હતા, અંશે ટ્રાફિક બ્રિગેડના જવાનને પુછતા તેણે પાકીટના ખરા માલિક છે કે નહીં તેની પુછતાછ હાથધરી હતી. જેનુ પાકીટ ખોવાયેલ તે વયકતિ પોતે જ હોવાનું તેણે ફરજ પર તેનાત ટ્રાફિક બ્રિગેડના જવાનો ને જણાવ્યું હતું .ચોખવટ ચકાસણી બાદ પાકીટ તેના ખરા માલિકનુ જ હોવાનું માલુમ પડતાં તેને પાકીટ પરત કરી રાજપીપળા ટ્રાફિક બ્રિગેડના જવાનોએ ઇમાનદારીનો ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here