પવિત્ર રમઝાન માસની પુર્ણાહુતી એટલે કે ઈદ ઉલ ફિત્રની ઉજવણી બોડેલી પંથકમાં ધામધૂમથી કરવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

રમઝાન માસમાં મુસ્લિમ સમુદાય રોઝા, ઝકાત, ખૈરાત તેમજ અલ્લાહને રાજી કરવા માટે ઈબાદતોમાં મશગુલ થઇ જાય છે અને ચાલુ વર્ષે ધોમધખતા તાપ અને ગરમીમાં પણ અડગ રીતે મુસ્લિમ સમુદાયે રોઝા રાખી અલ્લાહ ને રાજી કરવાના પ્રયત્નો કર્યા હતા અને રમઝાન માસ ની પુર્ણાહુતી એટલેકે ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી મુસ્લિમ બિરાદરો એ વિશિષ્ટ નમાજ ની અદાયગી સાથે કરી હતી.
આમ તો આ ઈદ ને મીઠી ઈદ પણ કહેવામાં આવે છે. વહેલી સવારે મુસ્લિમ બિરાદરો મીઠી સેવિયાં નો ઉપહાર કરીને બોડેલી માં વિવિધ મસ્જિદમાં નમાજની અદાયગી માટે ભેગા થઇ ગયા હતા અને વિશાળ સંખ્યામાં ઈદ ની નમાજ અદા કરી હતી. અને ત્યાર બાદ જુમ્મા મસ્જિદ નાં ઇમામ મૌલાના યુશુફ સાહેબે સમસ્ત વિશ્વમાં તથા આપણા દેશમાં શાંતિ, ભાઈચારો તથા અમન અને ખુશહાલી કાયમ રહે એવી દુઆઓ ગુજારી હતી. અને ત્યાર બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ભેટી ઈદ ની મુબારક્બાદીઓ આપી હતી. તમામના ચહેરાઓ પર ઈદ ની ખુશીઓ છલકાઈ ગઈ હતી બોડેલી જુમ્મા મસ્જિદ બહાર તમામ લોકો માટે નાસ્તા માં ની પણ વ્યવસ્થા કરવા આવી હતી પવિત્ર રમજાન માસ ઈદની ઉજવણી ભાઈ ચારા સાથે ધામધૂમથી બોડેલીમાં ઉજવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here