પંચમહાલ જિલ્લામાં ‘આપ’ની “પરીવર્તન યાત્રા” જાંબુઘોડા માંથી પ્રવેશ કરશે

જાંબુઘોડા,(પંચમહાલ) એસ વી ચારણ :-

પરીવર્તન યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત છે: પૂર્વ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી દ્વારા જનતામાં જાગૃતિ આવે અને પરીવર્તન લાવે તેમજ ગુજરાત માં વિકાસ ની રાજનીતિ માટે સરકાર બનાવવા ના હેતુ માટે “પરીવર્તન યાત્રા” કાઠવામા આવી છે. છ ઝોનમાં થી નિકળેલી પરીવર્તન યાત્રા ગુજરાતની તમામ ૧૮૨ વિધાનસભા ક્ષેત્રમાં જઇ રહી છે ત્યારે મધ્ય ગુજરાતમાં પણ આવતીકાલથી તા: ૨૫/૫/૨૦૨૨ ના રોજની વહેલી સવારથી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાંથી પ્રવેશ થનાર છે. અને ત્રણ દિવસ તારીખ ૨૫, ૨૬ અને ૨૭ ના રોજ પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા ક્ષેત્રમાં જનાર છે. બુધવારના રોજ સવારે જાંબુઘોડા બજારમાં રૉડ શો કરવામાં આવશે ત્યારબાદ શિવરાજપુર પાવાગઢ થઈ હાલોલ શહેરમાં પણ રૉડ શો કરવામાં આવશે ત્યાંથી સાંજના અરાદ અને ફરોડ થઈ ઘોઘંબાના ચેલાવાડા ખાતે જનસંવાદ બેઠક કરવામાં આવનાર છે. રાત્રી રોકાણ ઘોઘંબા ખાતે કર્યા બાદ બીજા દિવસ સવારે કાલોલ વિધાનસભા ક્ષેત્રમાં પ્રવેશ કરશે. પ્રથમ જનસંવાદ બેઠક પાંચ પથરા ચોકડી ઉપર કરી અડાદરા થઈ મલાવ ખાતે જશે. મલાવ માં સુપ્રસિદ્ધ કૃપાલુ સમાધી મંદિરે દર્શનાર્થે આવશે ત્યાથી કાલોલ શહેરમાં રોડ શૉ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે ત્યાંથી સણસોલી મંદિર ખાતે કિર્તનસભા કરવામાં આવશે અને સાંજે વેજલપુરમાં જનસંવાદ સભા કરી ગોધરા વિધાનસભા બેઠકમાં પ્રવેશ કરશે. ગોધરા જાફરાબાદ વિસ્તારમાં જનસંવાદ સભા કરી રાત્રી રોકાણ થશે. બીજા દિવસે ગોધરા ના સાંપા ગામે પ્રભાત ફેરી તથા જનસંવાદ સભા કરી બપોરના ગોધરા શહેરમાં રૉડ શો કરવામાં આવશે.
ત્રીજા દિવસે શહેરા બજારમાં રોડ શૉ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં મરડેશ્વર મહાદેવના મંદિરે દર્શન કર્યા બાદ મોરવા હડફ વિધાનસભા વિસ્તારમાં પરીવર્તન યાત્રા પ્રવેશ કરશે. ડોળી તથા સંતરોડ માં જનસંવાદ અને મંદિર દર્શન બાદ ડાગરીયા ચોકડી થી મોરવા થઈ કુવાઝર ચોકડી સુધી રૉડ શો કરવામાં આવશે અને ત્યારબાદ દાહોદ જિલ્લામાં પરીવર્તન યાત્રા આગળ પ્રયાણ કરશે એમ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું છે.
આ પરીવર્તન યાત્રામાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો.અર્જુનભાઇ રાઠવા સાહેબ સાથે બીટીપી ના અધ્યક્ષ મહેશભાઈ વસાવા તથા પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાડા જોડાયા છે. તેઓના અધ્યક્ષતામાં આ યાત્રા પંચમહાલ જિલ્લામાં પાંચેય વિધાનસભા વિસ્તારમાં ફરશે તેમજ ઝોન અને જિલ્લા, તાલુકા, શહેર ના તમામ પદાધિકારીઓ અને કાર્યકરો જોડાશે તેમ દિનેશ બારીઆએ જણાવ્યું છે.
રૉડ શો તથા જનસંવાદ કાર્યક્રમ સફળ બને તેના આયોજન માટે તમામ વિધાનસભા વિસ્તારમાં કાર્યકરો સાથે બેઠકોનું આયોજન કરાયું છે અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. રૉડ શો માટે બાઇક તથા કાર નો કાફલો જોડાશે.
આ યાત્રા ના ઉષ્માભર્યા સ્વાગત માટે કાર્યકરો માં ઉત્સાહ છે. અગાઉ પણ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સફળ કાર્યક્રમો કરવામાં આવ્યા છે ત્યારે આ પરીવર્તન યાત્રા નું પણ સફળ અને પરિણામ લક્ષી કાર્યક્રમ બનાવવા જિલ્લાના તમામ પદાધિકારીઓ તથા સૌ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળે છે એમ પૂર્વ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here