મોડાસા : “સખી” વન સ્ટોપ સેન્ટરના સ્ટાફે એક માનસિક અસ્વસ્થ મહિલાની પરિવારની જેમ સારસંભાળ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું…

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

અરવલ્લી જિલ્લા ના મોડાસા ના પરખ સંસ્થા સંચાલિત “સખી” વન સ્ટોપ સેન્ટર ખાતે તા.૬/૯/૨૦૨૨ ના રોજ રાત્રે ૧૦.૩૦ વાગે ૧૮૧ અભ્યમ હેલ્પ લાઇન દ્વારા અજાણ અને માનસિક રીતે અસ્વસ્થ મહિલા ને આશ્રય માટે મૂકી ગયેલ ત્યાર બાદ આવેલ મહિલા ની શારીરિક પરિસ્થિતિ ગંભીર લાગતા “સખી” વન સ્ટોપ સેન્ટર ના કેન્દ્ર સંચાલક મિતલ બેન પટેલ,કેસ વર્કર શ્રદ્ધા બેન ચૌધરી, મલ્ટી પર્પઝ ગાયત્રીબેન પ્રજાપતિ અને સિકયુરિટી શિલ્પા બેન ઉપાધ્યાય ની ટીમ દ્વારા તાત્કાલિક ૧૦૮ ઇમરજન્સી એ્બ્યુલન્સ બોલાવી સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જઇ સારવાર કરાવવા માં આવેલ છે.અને “સખી” વન સ્ટોપ સેન્ટર નો સ્ટાફ આ માનસિક અસ્વસ્થ અજાણ મહિલા નો પરિવાર બની સારવાર સારસંભાળ કરી માનવતા નું ઉદાહરણ પૂરું પાડેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here