પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં સાડા ચાર ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો…

જાંબુઘોડા, (પંચમહાલ) ચારણ એસ વી :-

પંચમહાલ જિલ્લાના ચેરાપુંજી ગણાતા જાંબૂઘોડામાં ગુરુવારની રાત્રે સાડા ચાર ઈંચ વરસાદ વરસતા ધરતીપુત્રોના મહામૂલો ડાંગરનો અને કપાસના પાકમાં કેટલાકને નુકસાન તો કેટલાકને ખેડૂતોને ફાયદો થાય તેવી શક્યતા છે ધરતી પુત્રોમાં કભી ખુશી કભી ગમ જેવી હાલત થઈ છે વરસાદી રાતે દરમિયાન વીજ પુરવઠો ખોરવાતા જાંબૂઘોડામાં બે કલાક માટે અંધારપટ છવાયો હતો જોકે વીજ કંપની કર્મીઓ વરસાદમાં કામ કરી વીજપુરવઠો કાર્યરત કર્યો હતો જાંબુઘોડા ની આસપાસ આવેલી બોડેલી તાલુકામાં પણ અનેક ગામોમાં તેમજ જાંબુઘોડા તાલુકાના અનેક ગામોમાં વરસાદના પગલે જાંબુઘોડા પાસેથી પસાર થતી સુકી નદી મધરાતે ઉભરા મારતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here