નસવાડી તાલુકાની લિન્ડા ટેકરા મોડેલ સ્કૂલમાં જંતુવાળું ભોજન પીરસતા હોબાળો…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આદિવાસીઓના હીત ને હૈયે ધરનાર આટલુ જાણે

નસવાડી તાલુકાની લિન્ડા ટેકરા મોડેલ સ્કૂલમાં જંતુ વાળું જમવાનું આપવામાં આવેછે જેને લઈ વિદ્યાર્થીનિઓ નું રુદન જોવા મળ્યું હતું અને શાળામાં રહેતી ૧૨૦૦ કન્યાઓ ને ગુણવત્તા વગરનું ભોજન અપાતું હોવાના કારણે કન્યાઓએ થાળી વાડકી વગાડી ઉગ્ર વિરોધ કર્યો છે બપોર ના જમવામાં ઈયળો નિકડળતા કન્યાઓ વિફરી હતી ચારે બાજુ ભોજન ની ગંદકી થી બગાડ્યું કેમ્પસ ભોજન ની ગુણવત્તા સુધારવા અનેક રજૂઆતો કરી છતાંય ધ્યાન આપતું નથી બાળકો પાછળ સરકાર અઢળક રૂપિયા ખર્ચે છે જે રહેવા જમવા અને શિક્ષણ ને લગતી સુવિધાઓ ટ્રાયબલ વિભાગ આપે છે છતાંય પરિસ્થિતિ આદિવાસી બાળકોની બદલાઈ નથી અને ૧૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ના જમવામાં ઇયળ અને જીવડા નીકળતા પરિસ્થિતિ બગડી ત્રણ દિવસ થી બાળકો ભૂખ્યા પાણી પી ને દિવસો પસાર કરે છે વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ ને ફરિયાદ કરતા પ્રિન્સિપાલના પેટ નું પાણી હલતું નથી જેને પગલે રોષે ભરાયેલા બાળકોએ હોબાળો મચાવ્યો હતો નસવાડી તાલુકાના લિન્ડા ટેકરા ગામે સરકાર દ્વારા રેસિડેન્સીમાં નસવાડી એકલવ્ય સ્કૂલ અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા ઘૂંટયાઆંબા ધારસિમેલ પીસાયદા પાંચ સ્કૂલ ચલાવવામાં આવેછે જેમાં આદિવાસીના બાળકો ભણતર માટે ૧૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ રહે છે આ બાળકોને જમવા અને નાસ્તા માટે એક બાળકી દીઠ સરકાર ૯૪ રૂપિયા જેટલી રકમ આપેછે પરંતુ મોડેલ સ્કૂલના ગેર વહીવટ ને લઈ વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જે બાળકોને ભોજન આઓવામાં આવેછે તેમાં જીવડા ઈયળો નીકળે છે વિદ્યાર્થીઓ ની ફરિયાદ છે કે જમવામાં કોઈ ગુણવત્તા હોતી નથી અને આવા ખરાબ ખાવા થી અમારા આરોગ્ય પર અસર પડે છે જેને કારણે અમારૂ પેટમા ઘણીવાર દુખાવો પણ થાય છે જમવાનુ જે પીરસાય છે જેમ દાળ પણી જેવી ભાત દીવાલે ચોંટે તેવો રોટલી કાચી દૂધ પાણી જેવું આપવામાં આવેછે તેવા આક્ષેપો બાળકોએ કર્યા છે છેલ્લા ત્રણ દિવસ મા બાળકોથી સહન ન થતા ઈયળો અને જીવડા વાળું ભોજન બહાર ફેકી દેવા મજબૂર બન્યા છે અને ત્રણ દિવસ થી જમ્યા વગર ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે આદિવાસી વદ્યાર્થીઓને તેમના વાલીઓ સરકાર અને તંત્રના ભરોસે મોડેલ સ્કૂલમાં મુકેછે પરંતુ તંત્ર તેમને જાનવર કરતા પણ ખરાબ જમવાનું આપતા હોવાથી વિદ્યાર્થીઓ નો આક્રોશ જોવા મળ્યો છે પ્રિન્સિપાલ એ વ્યથા ન સાંભળી તો બાળકોએ નોટિસ બોર્ડ પર આક્રોશ ઠાલવી ઘટનાની હકીકત જણાવી અને ઘટના સ્થળે વિદ્યાર્થીઓના વાલીઓ પણ પોહચ્યાં હતા અને વાલીઓ જોડે વાત કરતા જણાવવામાં આવ્યું હતુ અમારી છોકરીઓ એ ઘણી વાર અમને ફરિયાદ કરેલી કે મારૂ પેટ દુખે છે પણ અમને ખબર ન પડી કે તંત્ર દ્વારા આપવામાં આવતા ભોજન ને કારણે અમારી છોકરીઓ ને તકલીફ થાય છે તો અમારે ફરિયાદ કોને કરવી આ કોઈ નાની બાબત ના કહેવાય અમારી છોકરીઓ ના આરોગ્ય જોડે ચેડા થઈ રહ્યા છે આવા ખરાબ ભોજન નો ખવડાવવાથી અમારી છોકરીઓનું આરોગ્ય બગડેછે અને બાળકોના જણાવ્યા મુજબ જમવામાં તીખું હોય જીવ જંતુઓ નીકળે છે જે ખોરાક ખાવા માટે અનાજ મોકલાય છે તે સરકાર વગર ચેક કરે મોકલેછે એવી ફરિયાદો સાંભળવા મળી છે તો તંત્ર દ્વારા જે એમના ઇજારેદારો છે એમના પર એક્શન લેવાય તેવી વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગ ઉઠી છે

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here