શહેરા : ગમન બારિયાના મુવાડા ખાતે વિકલાગતામાં રાહત થાય તેવા સાધનો માટે શારીરિક મૂલ્યાંકન કેમ્પનું આયોજન કરાયુ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

ભારત સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજના હેઠળ કૃત્રિમ અંગ નિર્માણ નિગમ દ્વારા પંચમહાલ જીલ્લા ના વહીવટી તંત્ર તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સહયોગ થી જીલ્લા પંચાયત પંચમહાલ આરોગ્ય શાખા હેઠળ તાલુકા હેલ્થ કચેરી શહેરા દ્વારા વિવિધ ગામો માં નોંધાયેલ દિવ્યાંગ લાભાર્થી ઓ ને તેઓની વિકલાગતા માં રાહત થાય તેવા સાધનો માટે શારીરિક મૂલ્યાંકન કેમ્પ નું આયોજન આજ રોજ તા. ૦૫/૧૨/૨૦૨૩ ના રોજ પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર ગમનબારિયા ના મુવાડા ખાતે લાભાર્થીઓ ને એકત્રિત કરી સંકલન કરી નોંધણી કાર્યવાહી કરવામાં આવી જેમાં બહોળી સંખ્યામાં દીવ્યાન્ગો હાજર રહ્યા

આ કેમ્પ માં અસ્થીસબંધી અંધ બહેરા મુંગા, માનસિક વિકલાંગ વિગેરે અલગ વિકલાગ વ્યક્તિઓ ને મળવા પાત્ર સાધન સામગ્રી જેમ કે ટ્રાયસિકલ વિહલ્ચર મોટરાઇડ ટ્રાયસિકલ, વ્હીલચેર, બગલઘોડી, હિયરીંગ મશીન. સ્માર્ટકેન, સ્માર્ટ ફોન બ્રેઇલ કિટ જેવા વિવિધ સાધનો દ્વારા તેઓની વિકલાગતા માં સહાય મળે તે માટે પાત્રતા નક્કી કરવામાં આવી જેઓ ને આગામી કાર્યક્રમો માં લાભ આપવામાં આવશે અને કૃત્રિમ અંગો દ્વારા અપગતા દુર કરવા માટે આગળ ની સારવાર માટે નક્કી કરી દીવ્યા ગો ને વધુ સુવિધા અને સ્વતંત્રતા મળે તે માટે ની કાર્યવાહી કરવામાં આવી

સુંદર કેમ્પ માં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ ચોધરી સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ભરત ગઢવી સાહેબ તજનો દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું. સમગ્ર કેમ્પ નું સંચાલન પ્રા.આ. કેન્દ્ર ના મેડીકલ ઓફિસર શ્રી અજયસિંહ ખાટ બારા સ્ટાફ સાથે સુવિધા પૂરી પાડી કેમ્પ નું સફળતા પૂર્વક આયોજન કરેલ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here