નસવાડી ટાઉનના મેમણ જમાતખાના પાસે ચાલી રહેલ અસામાજિક પ્રવુતિને ડામવા આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

નસવાડી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

નસવાડી ટાઉનના મેમણ જમાતખાના પાસે ચાલી રહેલ અસામાજિક પ્રવુતિને ડામવા અને નસવાડી પોલીસ પેટ્રોલીગ કરે તેવી માંગ સાથે મેમણ જમાતખાનાના પ્રમુખ મંત્રી અને આગેવાનોએ મામલતદારને આવેદન પત્રપાઠવ્યું હતું

નસવાડી ટાઉન મા આવેલ મેમણ જમતખાના નો ઉપયોગ સામાજીક પ્રસંગો ને લઈ થાય છે જે જમાતખાનું મેમણ સમાજ નું હોય અને મેમણ સમાજ દેશ નય પરતું વિશ્વ મા જાણીતું હોય ત્યારે સમાજ ના જમાતખાના પાસે દરરોજ આશામાજિક પ્રવુતિ ઓ ફૂલી ફાલી છે આજુબાજુ કોતરો માંથી આવતો દારૂ , તાળી વેચાણ થઈ રહી છે સાથે બે દિવસ પેહલા જ આ જગ્યા એથી જુગરધામ પણ પકડાયુ હતું અને થોડા દિવસો પેહલા વિદેશી દારૂ નો જથો પણ ત્યાંથી ઝડપાયો હોય જેને લઈ નસવાડી મેમણ જમાત પ્રમુખ , મંત્રી અને આગેવાનોએ કોવિડ ગાઈડ લાઈન ના અમલ સાથે નસવાડી મામલતદાર ને આવેદન આપી રજુઆત કરી હતી નસવાડી ટાઉન પોલીસ દરરોજ પેટ્રોલીગ કરે તેવી માંગ કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here