કાલોલ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવારના ગઢમાંથી ઉમેદવારી પરત ખેંચાતા મામલો ગરમાયો…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન

સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઓને લઈને હાલ સમગ્ર રાજ્ય સહિત કાલોલ તાલુકામાં પણ અનેક ઉથલ પાથલો જોવા મળી હતી, જેના કારણે ઉમેદવારી પત્રો ભરવાથી લઈને ઉમેદવારી પત્ર પરત ખેંચવાના સમયગાળા દરમિયાન કાલોલ તાલુકા પંચાયતની બેઠકોમાં રાજકીય માહોલ ચરમ સીમાએ જોવા મળ્યો હતો.

અમારા પ્રતિનિધિ થકી મળતી વિગતો મુજબ કાલોલ તાલુકામાં તાલુકા પંચાયતની સામન્ય ચૂંટણીના ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે કાલોલ તાલુકાની અલવા બેઠક તેમજ કરોલી બેઠક પરના હરીફ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા આ બંને બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી હતી, આ સાથે જ આ બંને બેઠકો પર ભાજપના ઉમેદવારોને મતદાન પૂર્વે જ વિજ્યોત્સવ ઉજવ્યો હતો. તેમજ કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવારના રેહનાણ વિસ્તાર માંથી તાલુકા પંચાયતની સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા મામલો ગરમાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here