મોરવા હડફ વિધાનસભા બેઠક પેટાચૂંટણી- 2021 જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તમામ પ્રિન્ટિંગ પ્રેસો જોગ હુકમ જાહેર

મોરવા(હ), (પંચમહાલ) ઈશહાક રાંટા :-

ચૂંટણી સાહિત્ય સહિતના પ્રકાશનમાં જોગવાઈઓનું કડક પાલન કરવાનું રહેશે

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, પંચમહાલની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આગામી ૧૭ એપ્રિલના રોજ પંચમહાલ જિલ્લામાં સમાવિષ્ટ ૧૨૫ મોરવા હડફ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી જાહેર થઈ છે. આ ચૂંટણીને ધ્યાને રાખી જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરા જિલ્લાના તમામ પ્રિન્ટિંગ પ્રેસો જોગ એક હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમ અંતર્ગત કરવામાં આવેલી જોગવાઈઓમાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમ- 1951ની કલમ 127-ક મુજબ ચૂંટણી લડતા ઉમેદવારો દ્વારા છપાવવામાં આવતા ચૂંટણીના દરેક ચોપાનિયાં અને પોસ્ટર પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા દર્શાવવાના રહેશે. છાપેલી દરેક સામગ્રીની ત્રણ વધારાની છાપેલ નકલ સાથે છાપેલી સામગ્રી દસ્તાવેજ છપાયા બાદ યોગ્ય સમયગાળામાં પ્રકાશકની ઓળખ તરીકે એકરારની એક નકલ દસ્તાવેજમાં નકલ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીને મોકલવાની રહેશે, ચૂંટણી પુસ્તિકાઓ, પોસ્ટરો અને મુદ્રક દ્વારા પ્રિન્ટ કરેલ આવી અન્ય સામગ્રીના પ્રિન્ટર અને પ્રકાશકના નામ અને સરનામા પ્રિન્ટ લાઈનમાં સ્પષ્ટ રીતે દર્શાવવા પડશે. ઉપરોક્ત જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર સામે છ માસ સુધી મુદતી જેલની સજા અથવા બે હજારનો દંડ કે સજા અને દંડ બને થશે. વધુમાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૨૭-કની જોગવાઇઓનો ભંગ અને પંચની સૂચનાઓના ભંગને ગંભીર ગણીને રાજ્યના સબંધિત કાયદા હેઠળ પ્રેસનું લાયસન્સ રદ્દ કરવા સહિતના કડક પગલાં ભરવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here