નસવાડીમાં Bank of baroda માં અજ્ઞાન ગ્રાહકો સાથે ગેરવર્તન કરતા કર્મચારીઓ…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ઓળખાણ વાળા વેપારીઓ ને પહેલા પ્રભુત્વ મળે છે

નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો 212 ગામ ધરાવતો તાલુકો છે જેમાં વધુ પડતા ગ્રાહકો ઊંડાણ ના ગામો માંથી આવતા હોય છે અને વધુ પડતા ગ્રાહકો ખેતી પ્રધાન હોયછે જેમાં સરકાર તરફથી મળતી યોજનાઓ ના લાભ ના રૂપિયા પડતા હોય છે અને તેની જાણકારી મેળવવા માટે લોકો બેંક ઓફ બરોડા મા આવતા હોય છે જે ખાતેદરો છે પરંતુ ત્યાં પાસબુક મા એન્ટ્રી પડાવવા જતા ગરીબ અજ્ઞાન ગ્રાહકો સાથે બેંક ઓફ બરોડા ના કર્મચારીઓ એમને દબળાવેછે અને મોટે મોટે થી ખખડાવવામાં આવેછે પાસબુક મૂકી જાવ એન્ટ્રી આજે નહીં પડે અમે નવરા છે બીજુ કામ હમારે ના હોય આખો દિવસ તમારી એન્ટ્રી પાડ્યા કરીયે એમ બીભત્સ રીતે બેંક ના ગ્રાહકો જોડે ગેર વર્તણુક કરેછે જેની ફરિયાદ મેનેજર ને કરવામાં આવેછે પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને ગામડાના ગ્રાહક બેસી રહેછે અને આ બધું ઘણા સમય થી ચાલતું આવેછે અને જેમાં હિન્દી ભાષિ કર્મચારીઓ હોવાથી ગામડાના ગ્રાહકોને સમજણ પડતી નથી અને બેંક ઓફ બરોડા ના કર્મચારીઓ એમનો રોફ જમાવેછે
આ સમય દરમિયાન જો કોઈ મોટા વેપારી કે ઓળખાણ વાળા વ્યક્તિઓ આવે તો તેમને ફટાફટ એન્ટ્રી પાડી આપવામાં આવેછે અને એમના ચેક પણ ખાનગી માં લેવાય છે અને ગરીબ ગામડાના લોકો બે બે કલાક બેસી રહેછે અને એમને કોઈ પણ જાતનો પ્રતિભાવ મળતો નથી અને લાઈન પ્રમાણે પાસબુકો મુકવામાં આવે છે અને પાછો કોઈ ઓળખાણ વાળો વ્યક્તિ આવે તો એનું કામ બેંક ઓફ બરોડા માં તરતજ થઈ જાય છે તો શું બેંક ઓફ બરોડા ઓળખાણ થી ચાલતી બેંક છે કે પછી ગવર્મેન્ટ ચલાવે છે એ એક નસવાડી ખાતે સડગતો પ્રશ્ન ઉદ્દભવ્યો છે અને બેંક કર્મચારી નામે વિજય પરીખ એક હિન્દી ભાષી કર્મચારી છે અને એ ઓળખાણ ને વધુ પ્રભુત્વ આપેછે અને કેસ ઉપાડવા આવેલા ગરીબ ખેડૂતોને છુટ્ટા રૂપિયા જેવા કે 10 રૂપિયાની નોટો 50 રૂપિયાની નોટો ગણી આપવા માં આવેછે અને એમાં પણ અડધી નોટો ફાટેલી હોય છે તો બિચારો ગરિબ આદિવાસી કોને ફરિયાદ કરે એ મોટો પ્રશ્ન ઉદ્દભવ્યો છે અને જ્યારે આદિવાસી ગરીબ ખેડૂત જણાવે કે 500 રૂપિયાની નોટો આપો સાહેબ તો આ રૂપિયા નથી માર્કેટમાં ચાલતા નથી તેવા સંવાદો કર્મચારીના મુખે થી સાંભળવા મળેછે અને રૂપિયા ઉપાડવા કોઈ ઓળખાણ વાળો વ્યક્તિ આવે ત્યારે તેને જે નોટ જોઈએ તે નોટો વિજય પરીખ સાહેબ કાઢી કાઢી ને આપેછે અને આ નજારો ગામડે થી આવેલ ગરીબ ખેડૂત તેની નરી આંખે જોતો હોય છે જ્યારે આદિવાસી ફરિયાદ કરે સાહેબ એમને તમે જે નોટ જોઈએ તે આપી છે મને પણ આપો પણ એ ગરીબ ને તતડાવી દેવામાં આવેછે અને આ વસ્તુ ત્યારે બનેછે જ્યારે બેંક ના કેશિયર વનરાજસિંહ રજા પર હોય છે તો આવું શા માટે? એમ નસવાડી તાલુકાના બેંક ઓફ બરોડા ના ગ્રાહકો ના મુખે લોક ચર્ચાઈ રહ્યું છે તો બેંક ઓફ બરોડા ની મેન બ્રાન્ચમાં જાણ થાય અને જે નસવાડી બેંક ઓફ બરોડા માં અંધેર વહીવટ ચાલેછે અને ગરીબ ગ્રાહકોને જે વેઠવું પડેછે તેના પર ધ્યાન અપાય એવી નસવાડી તાલુકાના અમારા આદિવાસીઓની માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here