ડભોઈ નગરમાં ગટર વ્યવસ્થાને લઇ નગરજનોમાં અસંતોષ..!! કોરોના જેવી મહામારીમાં ડભોઇની સોસાયટી વિસ્તારોમાં ઉભરાતી ગટરો પ્રજાના સ્વાસ્થય માટે જોખમ રૂપ

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ શિનોર ચોકડી પાસે આવેલ વિમલ સોસાયટી માં ગટર નું પાણી સોસાયટી ના મુખ્ય રસ્તા ઓ પર ઉભરાતા સ્થાનિકો પરેશાન

ડભોઇ શિનોર ચોકડી નજીક આવેલ વિમલ સોસાયટી ના મુખ્ય રોડ રસ્તા ઓ પર ઉભરાતા ગટર ના પાણી થી સ્થાનિક પ્રજા ત્રાહિમામ પુકારી ઊઠી છે.વારંવાર ની રજુઆત છતાં સ્થાનિકો ની સમસ્યા નું નિરાકરણ નહી આવતા સ્થાનિકો તંત્ર ઉપર તેમજ સ્થાનિક કોર્પોરેટર પર રોષે ભરાયા હતા.સ્થાનિકો ના કહેવા મુજબ કોર્પોરેટરો તેમજ નગરપાલિકા ને આ અંગે ની વારંવાર રજુઆત કરી હોવા છતાં નગરપાલીકા ના કર્મચારીઓ આવી ફક્ત ગટર ના ઢાંકણા ખોલી ચેક કરી જતા રહે છે ત્યાર બાદ કોઈ નિરાકરણ આવતું નથી.ઘણા સમય થી સ્થાનિકો આ સમસ્યા નો સામનો કરી રહયા છે.કોરોના,ડેન્ગ્યુ,મેલેરિયા,જેવી બીમારીઓ એ એક તરફ માથુ ઊંચક્યું છે ત્યારે વિમલ સોસાયટી ના રહીશો પોતાના પરિવાર તેમજ બાળકો ના સ્વાસ્થ્ય અંગે ચિંતાતુર બન્યા છે. સોસાયટી ના રહીશો મુજબ ઘણા સમય થી આ તકલીફ નો સામનો કરી રહ્યા છે જેનું વહેલી તકે નિરાકરણ નહિ આવે તો સોસાયટી ના તમામ નાગરિકો ગાંધી ચીંધ્યા માર્ગે નગરપાલિકા વિરુદ્ધ આંદોલન કરશે તેવું જણાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here