નર્મદા જીલ્લા કોંગ્રેસના આગેવાનોનો સાગબારા પોલીસ મથકના જમાદાર ઉપર ગંભીર આરોપ

સાગબારા,(નર્મદા)/આશિક પઠાણ :-

પુર્વ ધારાસભ્ય અમરસિંહ વસાવા ની આગેવાની મા મામલતદાર ને આવેદનપત્ર પાઠવી જમાદાર હપ્તા ઉધરાવી ઉપર સુધી પહોંચાડતો હોવાનો ધડાકો કરતા અનેક તર્ક વિતર્ક

પોલીસની રહેમ નજર હેઠળ સાગબારામા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો પણ આરોપ

નર્મદા જીલ્લા ના મહારાષ્ટ્ર રાજ્ય ને અડી ને આવેલ બોર્ડર ઉપર ના સાગબારા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જમાદાર ઉપર કોગ્રેસ કાર્યકરો એ ગંભીર પરકાર ના આરોપો લગાવ્યા હતા અને દેડિયાપાડા ના પુર્વ ધારાસભ્ય અમરસિંહ વસાવા ની આગેવાની મા સાગબારા મામલતદાર ને રાજયપાલ ને ઉદ્દેશી ને લખાયેલ આવેદનપત્ર આપીને ધટતી કાર્યવાહી હાથ ધરવાની માંગ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ની પણ ચીમકી આપી હતી.

કોગ્રેસ કાર્યકરો એ સાગબારા મામલતદાર ને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે સાગબારા પોલીસ મથકમાં ફરજ બજાવતા જમાદાર નરેન્દ્રભાઈ વસાવા મોટી રકમ ની ઉધરાણી કરી સાગબારા પંથકમાં દારુ નો વેપલો ચલાવવા દેતો હોવાનું તેમજ પોલીસ વિભાગ મા ઉપર સુધી હપ્તા ની રકમ પહોચાડવામાં આવતી હોવાનો ધડાકો કોગ્રેસ ના કાર્યકરો એ કર્યો છે.

પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા આવતા લોકો ને હેરેસમેંનટ કરાતા હોવાનું, ફરિયાદીઓ ની ફરિયાદ લેવામાં આવતી ન હોવાનું , સરકાર દ્વારા જાહેર કરાયેલ ઓથોરાઇઝડ ડાયલ 100 ,181 સહિત ના નંબરો ઉપર ફરિયાદો કેમ કરો છો નુ કહી ફરિયાદીઓ ને ધમકાવવામા આવતા હોવાનું , લોકઅપમાં મુકેલ આરોપી ઓને ખાવાનું પણ આપવામાં આવતું નથી એ સહિત દેવમોગરા મંદિરે દર્શનાર્થે જતા લોકો ને પણ કનડગત કરાતી હોવાનું, ધનસેરા ચેકપોસ્ટ ઉપર લોકો ની કનડગત કરી પૈસા ઉઘરાવવામાં આવતા હોવાનાં પણ આરોપ આવેદનપત્ર મા લગાવી જો યોગ્ય પગલાં ભરવામાં નહી આવેતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ની પણ ચીમકી ઉચ્ચારેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here